- હિંડન એર બેઝને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોના આકાશની સુરક્ષાનું કામ સોંપાયું છે
- હિંડન એર બેઝ ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ હેઠળ ઓપરેટ થાય છે
- ભારતીય વાયુસેનાના સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આ જ એર બેઝ પર છે
દિલ્હીથી લગભગ 10 કિમી દૂર સ્થિત ગાઝિયાબાદના હિંડન એર બેઝની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. હિંડન એર બેઝની બાઉન્ડ્રીની નીચે લગભગ ચાર ફૂટ ઊંડી સુરંગ ખોદી નાખવામાં આવી છે. સ્થાનિક લોકોએ તેની માહિતી પોલીસને આપી હતી. ત્યાર બાદ પોલીસે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને માહિતી આપી હતી. વાયુસેનાની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાનમાં બાઉન્ડ્રી નીચેનો ખાડો પૂરી દેવામાં આવ્યો છે. હિંડન એર બેઝ ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ હેઠળ ઓપરેટ થાય છે. તે એશિયાના સૌથી મોટા એર બેઝમાંનો એક છે. ભારતીય વાયુસેનાના સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આ જ એર બેઝ પર છે. તેને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોના આકાશની સુરક્ષાનું કામ સોંપાયું છે. ખાડાની તસવીરો જોતાં ખ્યાલ આવે છે કે 20 ફૂટ ઊંચી મોટી બાઉન્ડ્રીના પાયાને તોડીને ખાડો કરાઈ રહ્યો હતો.


