- ભારતીય ટીમમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર સામેલ નથી કરાયા
- નંબર વન બોલરને રવિ બિશ્નોઇને ટીમમાં સ્થાન નહીં
- બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ
સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર તેની બીજી મેચમાં બેટિંગ કરવા ઉતરી છે. ભારતીય ટીમે તેના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર કર્યા છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઈશાન-ઐયર બહાર
ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર સામેલ નથી કરાયા. ઈશાન કિશનની જગ્યાએ જીતેશ શર્મા ટીમ માટે વિકેટ કીપિંગ કરતો જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય પસંદગીકારો હવે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનને ત્રીજા નંબર પર જોવા માંગે છે. પરંતુ જો ઈશાન કિશન પસંદગીકારની પ્રથમ પસંદગી છે તો તેને પ્લેઈંગ ઈલેવનમાંથી શા માટે બહાર રાખવામાં આવી રહ્યો છે? આવા સવાલો સોશિયલ મીડિયા પર સતત ઉઠી રહ્યા છે.
રવિ બિશ્નોઈને સ્થાન ન મળ્યું
ભારતીય ટીમના સ્પિન બોલર રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. રવિ વિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીમાં 9 વિકેટ ઝડપી હતી. આ જ કારણ હતું કે તે ICC T-20 રેન્કિંગમાં નંબર વન બોલર તરીકે ઉભરી આવ્યો હતો. આ પછી રવિ બિશ્નોઈને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની બીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11: મેથ્યુ બ્રિટ્ઝકે, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન (wk), ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, એન્ડીલે ફેહલુકવાયો, ગેરાલ્ડ કોએત્ઝી, લિઝાદ વિલિયમ્સ, ટાબ્રેઈઝ શમ્સી.


