- નવા મુખ્યમંત્રીએ કરી રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત
- ભજનલાલ શર્માએ રાજ્યપાલ સમક્ષ કર્યો સરકાર રચવાનો દાવો
- સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી માત્ર ભાજપમાં જ મળે: પ્રેમચંદ
રાજસ્થાનમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સાથે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને બીજા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવા, નિરીક્ષક અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વસુંધરા રાજે સહિત નેતાઓએ આજે સાંજે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. નવી સરકાર આગામી 15 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરશે. શપથ લીધા પહેલા ડેપ્યુટી સીએમ નિયુક્ત કરવામાં આવેલ પ્રેમચંદ બૈરવાએ નિવેદન આપ્યું છે.
રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવેલ પ્રેમચંદ બૈરવાએ નિવેદનમાં જણાવ્યું છે કે આવું માત્ર ભાજપમાં જ થઈ શકે છે જ્યાં એક સામાન્ય પાર્ટીના કાર્યકર્તાને આ પ્રકારની મોટી જવાબદારી આપવામાં આવે છે. હું દલિતો સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરીશ.
રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે તો સાથે સાથે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના નામ અને વિધાનસભા સ્પીકરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમમાં એક ડૉ. પ્રેમચંદ બૈરવા પણ છે.


