- ઓછી વાનગીઓથી બનશે સેવ
- રતલામી સેવ કોઈ પણ વાનગીનો વધારે છે ટેસ્ટ
- ઝડપથી બહાર જેવી જ સેવ બનાવી શકશો ઘરે
રતલામી સેવ
સામગ્રી
– પાંચસો ગ્રામ બેસન
– સો ગ્રામ તેલ મોણ માટે
– અડધી ચમચી પાપડખારો
– એક ચમચી મીઠું
– પા ચમચી હિંગ
– એક ચમચી મરી પાવડર
– એક ચમચી લાલ મરચું
– અડધી ચમચી અજમો
– એક લીંબુનો રસ
– તેલ તળવા માટે
રીત
એક પહોળા વાસણમાં બેસન એટલે કે ચણાનો લોટ લો. હવે તેમાં મરી, મરચું, હીંગ, અજમો નાંખી તેને સારી રીતે મિક્સ કરો. એક બાઉલમાં મીઠું, પાપડખારો, તેલ, અડધો કપ પાણી ભેગું કરી ફીણવું. આ પાણીથી લોટ બાંધવો. રોટલીના લોટ જેવું રાખવું. જરૂર પડે વધારે પાણી લેવું. સેવના સંચામાં થોડું તેલ લગાવી લો. હવે તેમાં આ લોટ ભરો. તેલને ગરમ કરવા મૂકો અને પછી તેમાં સંચાની મદદથી સેવ પાડો. ગરમાગરમ સેવ તમારા નાસ્તાના સમયે તમારા કામમાં આવશે. આ સેવને તમે મહિના સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.