- મુંબઈમાં અટલ સેતુંનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
- 21.8 કિલોમીટર લાંબો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પુલ
- મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે
મુંબઈમાં ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ તરીકે પણ ઓળખતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 2 કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે.
દેશના સૌથી લાંબા પુલની ખાસિયત
- મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પુલ દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ
- પુલના નિર્માણમાં કોંક્રિટનો ઉપયોગ તે અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા 6 ગણુ વધારે
- અટલ સેતુ પર ભૂકંપ, ઉચ્ચ ભરતી અને ઝડપી પવનના દબાણની અસર થશે નહીં
- મુંબઈથી નવી મુંબઈ બે કલાકની મુસાફરીને માત્ર 15 મિનિટમાં પુરી કરી શકાશે
- પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની સફર પણ ઓછા સમયમાં પૂરી થઈ શકશે
- મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પુલની લંબાઈ 21.8 કિલોમીટર, 6 લેનવાળો રોડ બ્રિજ
- પુલનું 16.5 કિલોમીટર ભાગ સમુદ્રની ઉપર અને 5.5 કિલોમીટર ભાગ જમીનની ઉપર બનેલો છે
- બ્રિજ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ વાળા 190 સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.
- વિશ્વનો 12મો સૌથી લાંબો સમુદ્ર પર બનેલો પુલ જે 17, 840 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયો
- આ પુલમાં એફિલ ટાવરની તુલનામાં 17 ગણુ વધુ સ્ટીલ લાગેલુ છે અને કોલકાતાના હાવડા બ્રિજથી 4 ગણા સ્ટીલનો ઉપયોગ થયો
- પુલનું નિર્માણ લગભગ 177, 903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો
- સિક્સ લેનવાળા આ બ્રિજ પર દરરોજ 70 હજારથી વધુ ગાડીઓનો ટ્રાફિક ચાલી શકે છે
- પુલ પર 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી ગાડીઓ ઝડશે. જેનાથી કલાકોનું અંતર મિનિટોમાં કાપી શકાશે
વાહનો માટે નિયમ પણ જાહેર
- મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ફોર વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક
- કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસો જેવા વાહનો માટે મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક
- પુલ પર ચડતી અને ઉતરતી વખતે સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક
પુલ પરથી આ વાહનો નહીં જઈ શકે
પોલીસના જણાવ્યા મુજબ, આ અટલ બ્રિજ પર બાઈક, ઓટો રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી નથી. મોપેડ, થ્રિ-વ્હિલર્સ, પશુઓ દ્વારા ખેંચાતા વાહનો અને ધીમી ગતિથી ચાલાત વાહનોને પ્રવેશ નહીં મળે. મુંબઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રકો અને બસોને ઈસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ અપાશે નહીં.
ક્યાં વાહન પર કેટલો ટેક્સ લેવામા આવશે?
- કાર માટે ટોલ ટેક્સ
રિપોર્ટ પ્રમાણે કાર માટે એક તરફની યાત્રા માટે 250 રુપિયા ચુકવવાના રહેશે . તેમજ બન્ને બાજુના યાત્રા માટે 375 રુપિયા આપવાના રહેશે. રોજ પાસ બનાવનાર માટે 625 રુપિયાનો ખર્ચ થશે. માસિક પાસ માટે 12, 500 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.
- LCV/ મિની બસ ટેક્સ
બ્રિજ પર મિની બસ માટે એક તરફની યાત્રા માટે 400 રુપિયાનો ખર્ચ થશે. જ્યારે બન્ને બાજુની યાત્રા માટે 600 રુપિયાનો ખર્ચ કરવો પડશે. જેમા ડેઈલી પાસવાળા માટે 1000 રુપિયા અને માસિક પાસ માટે 20,000 હજાર રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.
- બસ / ટ્રક માટે ટેક્સ
બ્રિજ પર બસ / ટ્રક માટે ટેક્સ માટે એક તરફની યાત્રા માટે 830 રુપિયાનો આપવાના રહેશે, જ્યારે બન્ને તરફની યાત્રા માટે 1245 રુપિયાનો ખર્ચ કરવો પડશે. ડેઈલી પાસ માટે 2075 જ્યારે માસિક પાસ યોજનામાં 41,500 રુપિયા રાખવામાં આવ્યો છે.
- MAV (3 એક્સલ )
જેમાં એક બાજુની યાત્રા માટે 905 રુપિયા ચાર્જ લેવામાં આવશે. જ્યારે બન્ને સાઈટની યાત્રા માટે 1360 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. ડેઈલી પાસ માટે 2265 રુપિયાનો ચાર્જ ભરવાનો રહેશે. આ ઉપરાંત માસિક પાસ માટે રુપિયા 45,250 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.
- MAV (4 થી 6 એક્સલ )
એક સાઈડની યાત્રા માટે તમારે 1300 રુપિયાનો ચાર્જ ભરવો પડશે. જ્યારે બન્ને સાઈડની યાત્રા માટે 1950 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ડેઈલી પાસવાળા માટે 3250 રુપિયા રહેશે. આ ઉપરાંત માસિક પાસ માટે 65,000 હજાર રુપિયા ખર્ચ કરવાનો રહેશે.
- ઓવરસાઈઝ વ્હીકલ (7 થી વધુ એક્સલ )
આ પ્રકારના વાહનો માટે એક સાઈડની યાત્રા માટે 1580 રુપિયા ચાર્જ ચુકવવાનો રહેશે, બન્ને સાઈડની યાત્રા માટે 2370 રુપિયા ચાર્જ ભરવાનો રહેશે. ડેઈલી પાસવાળા માટે 3950 રુપિયા ચાર્જ રહેશે. જ્યારે માસિક પાસ માટે 79,000 રુપિયાનો ચાર્જ વસુલવામાં આવશે.


