- ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરવામા આવી
- પાકિસ્તાની ટીમના પૂર્વ ફાસ્ટ બોલરે કરી છે ભવિષ્યવાણી
- ભારતને મળવા જઈ રહ્યો યુવરાજ સિંહ જેવો સુપરસ્ટાર ખેલાડી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે દાવો કર્યો છે કે ભારતને યુવરાજ સિંહ જેવો સુપરસ્ટાર ખેલાડી મળવા જઈ રહ્યો છે. શિવમ દુબેએ છેલ્લા કેટલાક દિવસોમાં બોલ અને બેટ સાથેના પ્રદર્શન જોતા કહેવામાં આવી રહ્યું હતું કે તે આગામી યુવરાજ સિંહ હોઈ શકે છે. મોહમ્મદ આમિરે આ દરજ્જો કોઈ અન્ય ખેલાડીને આપ્યો છે. તેણે રિંકુ સિંહને આગામી યુવરાજ સિંહનો દરજ્જો આપ્યો છે.
આમિરે ભારતીય ક્રિકેટ ટીમ પર કરી ભવિષ્યવાણી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સીરીઝની ત્રણ મેચો પૂર્ણ થઈ છે. T20 સીરીઝની ત્રીજી મેચમા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમા આમિરે ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે દાવો કર્યો છે કે ભારતને યુવરાજ સિંહ જેવો સુપરસ્ટાર ખેલાડી મળવા જઈ રહ્યો છે. T20 સીરીઝમાં શિવમ દુબેએ છેલ્લા કેટલાક દિવસોમાં બોલ અને બેટ સાથે જે રીતે પ્રદર્શન કર્યું છે. તેના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આગામી યુવરાજ સિંહ હોઈ શકે છે, પરંતુ મોહમ્મદ આમિરે આ દરજ્જો કોઈ અન્ય ખેલાડીને આપ્યો છે.
રિંકુ સિંહને આગામી યુવરાજ ગણાવ્યો
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે રિંકુ સિંહને આગામી યુવરાજ સિંહ ગણાવ્યો છે. રિંકુ સિંહ ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન ઈનિંગના છેલ્લા ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારીને ટીમના સ્કોરને 210ની પાર પહોંચાડ્યો હતો. ત્યારે આમિરે પોતાની એક્સ પોસ્ટમાં રિંકુ માટે લખ્યું, છે કે “રિંકુ સિંહ ભારત માટે આગામી યુવરાજ સિંહ બની શકે છે,કોઈ વિચાર છે?”
બેટ્સમેન રિંકુ સિંહના રન
લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન રિંકુ સિંહ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 15 મેચ રમ્યો છે, જેમાંથી તે 11 ઈનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો છે અને 7 વખત અણનમ રહ્યો છે. અત્યાર સુધી રિંકુના બેટમાંથી 356 રન જ આવ્યા છે, પરંતુ તેની એવરેજ 89 છે અને સ્ટ્રાઈક રેટ 176થી વધુ છે. તેણે અત્યાર સુધીમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે ફિફ્ટી ફટકારી છે. આ ટૂંકા ફોર્મેટમાં તેના બેટમાંથી અત્યાર સુધીમાં 31 ફોર અને 20 સિક્સર આવી ચૂક્યા છે.
રિંકુ સિંહ એમએસ ધોની જેવો ફિનિશર
રિંકુ સિંહે ત્રીજી T20 મેચમાં 39 બોલનો સામનો કર્યો હતો. જેમાથી તેણે માત્ર બે ચોગ્ગા ફટકાર્યા. જોકે, 6 સિક્સર તેની ઇનિંગનું કેન્દ્ર હતું. તેણે અણનમ રહી કુલ 69 રન બનાવ્યા હતા. તે દરેક વખતે ટીમ માટે 5 કે 6 નંબર પર રમ્યો છે અને જ્યારે પણ ટીમને તેની જરૂર પડી છે ત્યારે તે મેચ પૂરી કરીને જ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે ટીમને ભલે નવો યુવરાજ સિંહ નથી મળ્યો, પરંતુ તેને એમએસ ધોની જેવો ફિનિશર મળ્યો છે, જે મેચ પૂરી કરી શકે છે.


