- ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે અકસ્માત સર્જાયો
- દિલ્હીનું લઘત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ
- ગમખ્વાર અકસ્માત સર્જાતા ક્રેનની મદદ લેવામાં આવી હતી
દિલ્હી – એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં દિલ્હી – લખનૌ હાઈ-વે પર મોટો અકસ્માત સર્જયો. આ ગમખ્વાર અકસ્માતમાં બે મોટા ટ્રક સહિત અનેક વાહનો અથડાયા હતાં. જેના કારણે અનેક લોકોને ઇજાઓ થઇ હતી, સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
દિલ્હી-લખનૌ હાઇ-વે પર અનેક વાહનો અથડાતાં અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે સવારે દિલ્હી – લખનૌ હાઇ-વે પર એક સાથે અનેક વાહનો અથડાતાં અકસ્માત થયો હતો અને ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસને કારણે ઓછી વિઝીલીટીને કારણે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે ટ્રકો સહિત અંદાજે અડધો ડઝન વાહનો અથડાયા હતાં. એક સાથે અનેક વાહનોના અકસ્માતને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક પોલીસ અધિકારીને પણ ઈજાઓ થવા પામી હતી.
દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10 ° સેલ્સિયસ નોંધાયું
દિલ્હી-લખનૌ હાઈવે પર એક સાથે અડધો ડઝન વાહનોના અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને ક્રેનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. બુધવારે રાષ્ટ્રીય રાજધાની અને સમગ્ર ઉત્તર ભારતીય પટ્ટામાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ વાળું વાતાવરણ રહેતાં અહિં લો વિઝિબલિટી રહી હતી. જેના પગલે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10 ° સેલ્સિયસ નોંધાયું હતું.
રાષ્ટ્રીય રાજધાનીમાં વિઝિબિલિટીની સમસ્યાઓ નોંધવામાં
ભારતીય હવામાન વિભાગ (IMD)એ પંજાબ, હરિયાણા અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની જાણ કરી હતી. બુધવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું. બુધવારે IMDના સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, દક્ષિણ પંજાબ, હરિયાણા અને દિલ્હી પર ગાઢ ધુમ્મસ રહેશે. તે જ સમયે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં વિઝિબિલિટી સમસ્યાઓ નોંધવામાં આવી હતી કારણ કે ગાઢ ધુમ્મસ શહેરને ઘેરી લે છે. રાષ્ટ્રીય રાજધાની માટે નિર્ધારિત અથવા પ્રસ્થાન કરતી અસંખ્ય ફ્લાઇટ્સ વર્તમાન હવામાન પરિસ્થિતિઓને કારણે મોડી પડી રહી છે.


