- રૂ. 25000ના ખર્ચે ખેલૈયાઓએ કરવી કરાવી છે તૈયાર
- મહિલાઓ મહિલા આરક્ષણની થીમ પર બનેલ પાઘડી બનાવી
- ચંદ્રયાનની થીમ પર બનેલ પાઘડી બની આકર્ષકનૂ કેન્દ્ર
હાલમાં નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના યુવકે અનોખી પાઘડી બનાવી છે. જેની સાથે તે ગરબા રમતો જોવા મળશે. અનુજે મુદલિયાર નવરાત્રીમાં ખૂબ જ સુંદર પાઘડી બનાવી છે, જેનું નામ રામ રાજ્ય પાઘડી રાખ્યું છે.
અમદાવાદના યુવકે બનાવેલી પાઘડીમાં ગુજરાતી સંસ્કતિની ઝાંખી, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, રામ મંદિરની પ્રતિકૃતિ અને વડાપ્રધાન નરન્દ્ર મોદી એટલે ફીર એક બાર મોદી સરકારનો સંદેશો આપવા માટે પાઘડી બનાવવામાં આવી છે. તેમજ તેની સાથે ગરબા રમતા પણ જોવા મળશે.
અનુજ દર વર્ષે નવી-નવી પાઘડી બનાવે છે. ચાલુ વર્ષે પણ અલગ પાઘડી બનાવી છે. 25,000થી વધુ ખર્ચ કર્યો છે. આ પાઘડીનું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 25 કિલોગ્રામ હશે અને આ વજન સાથે જ અનુજ મુદલિયાર અને તેમનું ગ્રુપ ગરબે ઘૂમશે.
એ એમ પ્રફોમિંગ આર્ટ ગ્રુપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે જે સુપર ડુપર હિટ ગીતો ગયા છે, તેના ઉપર તેઓ અલગ-અલગ સ્ટેપ કરવાના છે. જેમ કે, ગદર ફિલ્મ કે જેમાં ગીત હીટ ગયું છે તેના ઉપર પણ તેમણે સ્ટેપ તૈયાર કર્યા છે. ગરદ, કવાલિયા વેસ્ટર્ન વિથ ટ્રેડિશલ ઠુમકા સ્ટેપ પર ગરબા કરવાના છે.
ગરબાની પ્રેક્ટિસ સાથે-સાથે અવનવા સ્ટેપ અને સાથે જ ડ્રેસનું વિશેષ મહત્વ હોય છે. ગ્રુપ દ્વારા બહેનો માટે ચણિયાચોરી અને ભાઈઓ માટે કેડિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે એટલે તેની પણ તૈયારીઓ બે મહિનાથી શરૂ કરી દીધી છે. બસ હવે ખેલૈયાઓ પણ નવરાત્રી આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવે ગણતરીના દિવસો બાકી છે.