- આજે ભારતીય ટીમની થશે જાહેરાત
- રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની વાપસી શકય
- વિરાટ કોહલી લઈ શકે છે બ્રેક
ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. જ્યારે છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થઈ શકે છે. આ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વાપસી કરી શકે છે. ખરાબ સમાચાર એ છે કે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આગામી બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.
ત્રીજી ટેસ્ટમાં રાહુલ-જાડેજા વાપસી કરી શકે
જ્યારે છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી શક્યા ન હતા. પરંતુ હવે ESPNcricinfo એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે બંને સ્ટાર ખેલાડી ત્રીજી મેચમાં વાપસી કરી શકે છે.પરંતુ આ દરમિયાન ભારતીય ટીમ માટે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ ઇજાગ્રસ્ત સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વિશે છે. વાસ્તવમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની હોમ ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ
હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યાં છે. બંને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.સિરાજને પ્લેઇંગ-11માં પણ તક મળી શકે છે.સિરાજને પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તે મેચમાં સિરાજને એક પણ વિકેટ મળી ન હતી. આ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં સિરાજની જગ્યાએ મુકેશ કુમારને તક મળી હતી, પરંતુ તે પણ આ મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.
રાજકોટમા રમાશે મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. શ્રેણીની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં રમાવાની છે. અહેવાલો અનુસાર, કોહલી આ છેલ્લી મેચમાં વાપસી કરી શકે છે.
બીજી ટેસ્ટમા કોણ હશે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.


