- રેલી નગરના રાજમાર્ગો પર ફરી હતી
- જિલ્લા પોલીસ વડા દ્વારા રેલીને લીલી ઝંડી આપવામાં આવી
- માર્ગ સલામતી અને ટ્રાફ્કિ અંગે જાગૃતિ લાવવા રેલી કાઢવામાં આવી
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બુધવારે માર્ગ સલામતી અને ટ્રાફ્કિ અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર જિલ્લાની એસપી કચેરી ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા આઈજી શેખ દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું .આ રેલી નગરમાં રાજમાર્ગો ઉપર ફ્રી હતી.અને પ્રજામાં સલામતી અને ટ્રાફ્કિના નિયમો અંગે જાગૃતિ આવે જે અંગે પ્રજાને સંદેશ આપવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા ટ્રાફ્કિ અને માર્ગ સલામતી અંગે પ્રજામાં જાગૃતિ લાવવા પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા જિલ્લા પોલીસ દ્વારા 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે અને મહિનામાં ટ્રાફ્કિ અને માર્ગ સલામતી માટે વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે નગરના રાજમાર્ગો પર ભરેલી આ બાઈક રેલીમાં માર્ગ સલામતી અને ટ્રાફ્કિ જાગૃતિ અંગે બેનર પણ લગાવાયા હતા અને પ્રજાને ટ્રાફ્કિ જાગૃતિ અંગે સંદેશ પાઠવાયો હતો.


