- શિક્ષકો ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવશે
- તાલુકા ગ્રામ્યની 45 પ્રાથમિક શાળાઓના શિક્ષકો કાળી પટ્ટી સાથે શિક્ષણ કાર્યમાં જોડાયા
- માંડલ તાલુકા તલાટી મંડળ, કર્મચારી મંડળે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
ધંધૂકા તાલુકાના શિક્ષકો દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો , ગુજરાત રાજય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે આપવામાં આવેલ આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાની 45 શાળાઓના શિક્ષકોએ પડતર માંગણીઓ માટે કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરાવ્યું
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ,અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા કર્મચારીઓના મુખ્ય બે પડતર પ્રશ્નો (1) સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી અને (2) ફ્ક્સિ પગારી યોજના (જ્ઞાન સહાયક, ફ્ક્સિ પગાર, કરાર આધારિત ફ્ક્સિ પે) મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવી સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી છે.
માંડલ તાલુકા તલાટી મંડળ, કર્મચારી મંડળે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
ગુજરાત કર્મચારી મહાસંઘ અને તલાટી મહામંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકાઓમાં કર્મચારી તથા તલાટીઓને તા.14મીએ કાળી પટ્ટી ધારણ કરીને કામકાજ કરવાના આદેશો અપાયાં હતાં. ત્યારે રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત માંડલ તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ તાલુકા તલાટી મંડળ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં કાળા કપડાં પહેરીને ફરજ બજાવવી, આવેદનપત્રો પાઠવવા તેમજ તા.ર3મીએ ગાંધીનગર સંયુક્ત કર્મચારી, તલાટીઓ દ્વારા ધરણાં પ્રદર્શન પણ કરવામાં આવશે.


