- પોલીસના સમરી રિપોર્ટ બાદ પણ નહી મળે રાહત
- પોલીસે A સમરી રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો
- કેસ પૂર્ણ થયો નહીં પરંતુ આક્ષેપ મુજબ પુરાવાનો અભાવ
કેડીલાના CMD રાજીવ મોદીની મુશ્કેલી વધી શકે છે. જેમાં પોલીસના સમરી રિપોર્ટ બાદ પણ રાહત મળશે નહી. તેમાં પોલીસે A સમરી રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. તેમજ કેસ પૂર્ણ થયો નહીં પરંતુ આક્ષેપ મુજબ પુરાવાનો અભાવ છે. તેવો A સમરી રિપોર્ટમાં પોલીસનો ખુલાસો છે.
રિપોર્ટ છે કે રાજીવ મોદીને ક્લીનચીટ અપાઇ નથી
રિપોર્ટ છે કે રાજીવ મોદીને ક્લીનચીટ અપાઇ નથી. તેમજ સમરી રિપોર્ટ મુદ્દે 2 માર્ચે પીડિતા જવાબ રજૂ કરશે. પોલીસ તપાસ સામે પીડીતા અને વકીલે આક્ષેપ કર્યા છે. અને જણાવ્યું છે કે આરોપીને બચાવવા પોલીસે યોગ્ય તપાસ ન કરી. જૂના સ્ટાફની પૂછપરછ પોલીસે ન કરી તથા માત્ર નવા જ સ્ટાફની પોલીસે પૂછપરછ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં પીડિતા CBI તપાસની માગ કરશે.
જાણો A સમરીનો કાયદાકીય અર્થ
પોલીસ તપાસમાં આક્ષેપને લગતા પુરાવા તપાસવા માટે ફરિયાદી કે આક્ષેપિતો મળતા ન હોય ત્યારે એ સમરી ફાઇલ કરવામાં આવે છે. રાજીવ મોદી કેસમાં બ્લગેરિયન યુવતી સમન્સ બાદ પણ હાજર ન થઇ હોવાનો ઉલ્લેખ છે.


