- ઊંઝા પોલીસ તરભ વાળીનાથ ધામના મહોત્સવમાં વ્યસ્ત થઈ
- એક શંકાસ્પદ અર્ટિકા ગાડી આવતાં ઊભી રાખી ચેકીંગ હાથ ધર્યું
- ગાડીમાંથી દારૂની બોટલ નંગ 1,368 રૂ.1,71,120ના મુદામાલ
ઊંઝા હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બ્રીજ નજીક પેટ્રોલપંપ આગળ પસાર થઇ રહેલ અર્ટિકા ગાડીમાંથી વિદેશી દારૂ કિ રૂ 1.71 લાખ તેમજ ફૅન, રોકડ રકમ અર્ટિકા ગાડી મળી કુલ રૂ 8,77,620 ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા પોલીસ તરભ વાળીનાથ ધામના મહોત્સવમાં વ્યસ્ત થઈ હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખાનગી બાતમીના આધારે ઊંઝા હાઇવે પર વોચ ગોઠવી હતી દરમિયાન બ્રીજ પાસે રાવલ પેટ્રોલ પમ્પ આગળ એક શંકાસ્પદ અર્ટિકા ગાડી આવતાં ઊભી રાખી ચેકીંગ હાથ ધર્યું હતું ગાડીમાંથી દારૂની બોટલ નંગ 1,368 રૂ.1,71,120ના મુદામાલ સાથે ગાડીના ચાલક મુલારામ સાદલાજી રબારી ઉવ 37 રહે શિરોહીને ઝડપી લઈ તેમજ મોબાઈલ ફેન રોકડ રકમ ગાડી મળી કુલ રૂ8,77,620નો મુદામાલ ઝડપ્યો હતો. તેમજ દારુ મંગાવનાર સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


