ઉમા સદન સિનિયર સિટીઝન ક્લબના સભ્યોનું સ્નેહ સંમેલન યોજાયું
૫૦૦થી વધુ સભ્યોની ઉપસ્થિતિમાં અન્ડર-૧૯ વિજેતા આર્યન સવસાણીનું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ, રાજકોટમાં છેલ્લાં ૪૦ વર્ષથી શૈક્ષણિક,સામાજિક અને ધાર્મિક જેવી અનેક પ્રવૃત્તિ કરે છે. દર વર્ષે સંસ્થાના તમામ સભ્યોના ભોજન સમારંભ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, ઉપપ્રમુખ ઓધવજીભાઈ ભોરણીયા તથા જશવંતભાઈ ઠોરીયા, મંત્રી રાજુભાઈ રતનપરા તથા સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. દેશ વિદેશના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.
આ શ્રૃંખલા અંતર્ગત ઉમા સદન સિનિયર સિટીઝન ક્લબના સભ્યોના સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અંદાજે 500 જેટલા સભ્ય ભાઈ – બહેનોની ઉપસ્થિતિ હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના નિવૃત્ત આચાર્ય વી. ડી. વઘાસિયાએ ઉપસ્થિત રહી વૃદ્ધાવસ્થા દરમિયાન જીવન જીવવા માટેની પ્રેરક બાબતોને કેન્દ્રમાં રાખી મનનીય ઉદ્બોધન કર્યું હતું.
આ સંમેલનમાં સમાજના ગૌરવરૂપ અન્ડર 19 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી આર્યન સવસાણીનું સન્માન કરવામાં આવ્યુ હતું.
સમાજ શ્રેષ્ઠી શીવલાલભાઈ આદ્રોજા,વસંતભાઈ ભાલોડીયા, SSY આચાર્ય ચમનભાઈ ભોરણીયા, માવજીભાઈ રામોલીયા, સવજીભાઈ ભેંસદડિયા વિગેરેએ ઉપસ્થિત રહી સમારોહની શાન વધારી હતી.
ઓધવજીભાઈ ભોરણીયા, રાજુભાઈ રતનપરા, લાલજીભાઈ ફુલતરીયા, મહેશભાઈ દેત્રોજા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જગત જનની મા ઉમાની આરતી – દર્શન અને ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.


