By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    17 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Editor
Last updated: 2026/11/20 at 2:54 PM
8 minutes ago
Share
મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત
SHARE

મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત

ગોંડલના સતાપર ગામનો 23 વર્ષીય સતિષ કાકાના ઘરે એકલો હતો ત્યારે બાલ્કનીમાં ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું; માતાના અવસાન બાદ એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા રહેણાંક બ્લોકમાં એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ ગોંડલ તાલુકાના સતાપર ગામનો અને રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન કાકાના ઘરે રોકાયો હતો. રાત્રિના સમયે ઘરમાં એકલો હતો ત્યારે તેણે આઠમા માળે આવેલા મકાનની બાલ્કનીમાં લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાનના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. માલવિયાનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, સતાપર ગામના કલ્પેશભાઈ ધ્રાંગાના 23 વર્ષીય પુત્ર સતિષ છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રહેતો હતો. તે મવડી પોલીસ હેડક્વાર્ટરના આઠમા માળે આવેલા બ્લોક નંબર બી-12માં રહેતા તેના કાકા અનિલભાઈના ઘરે રોકાતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે રાત્રે સતિષના કાકા અનિલભાઈ પોતાની ફરજ પર ગયા હતા, જ્યારે કાકી પણ બહારગામ હોવાથી ઘરમાં સતિષ એકલો હતો. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરની બાલ્કનીમાં આવેલા લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
માલવિયાનગર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સતિષે કયા કારણોસર આત્યંતિક પગલું ભર્યું તે અંગે પરિવારજનોને પણ કોઈ જાણ ન હોવાથી પોલીસે આપઘાત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં સૌથી કરુણ બાબત એ છે કે સતિષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. થોડા સમય પહેલાં જ તેની માતાનું અવસાન થયું હતું. પિતા કલ્પેશભાઈ વતન સતાપર ગામે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માતાના અવસાન બાદ હવે એકના એક પુત્રના પણ અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યુવાનના અકાળે અવસાનથી વતન સતાપર ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.

You Might Also Like

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા
ગુજરાતરાજકોટ

 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા

Editor By Editor 1 day ago
 UGC દ્વારા 3૨ બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર, ગુજરાતમાં તમામ માન્યતાવાળી
રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત
 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે
 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?