By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    20 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

Editor
Last updated: 2026/11/20 at 2:57 PM
9 minutes ago
Share
નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં
SHARE

જસદણના જંગવડમાં ખેલાયો લોહિયાળ ખેલ

નશામાં ધૂત પિતરાઈએ ભાઈ-ભાભીને ધોકા મારી પતાવી દીધાં

ગાળો બોલવાની ના પાડતાં અશોક ઉર્ફે સૂડો બેકાબૂ બન્યો; પરિવારને મારી નાખવાની ધમકી આપી ચાર સભ્યો પર લાકડાના ધોકાથી હુમલો કર્યો, દંપતીનાં મોત, બે મહિલાઓ ઘાયલ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લામાં દારૂના નશામાં થતા ઝઘડાઓ જીવલેણ બની રહ્યા છે. શાપરમાં દારૂની મહેફિલ દરમિયાન મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાના ગણતરીના કલાકોમાં જસદણ તાલુકાના જંગવડ ગામે વધુ એક લોહિયાળ બનાવ સામે આવ્યો છે. અહીં દારૂના નશામાં ધૂત બનેલા એક શખસે પોતાના જ કૌટુંબિક પરિવાર પર લાકડાના બડીકાથી હુમલો કરી ભાઈ અને ભાભીને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. હુમલામાં અન્ય બે મહિલાઓને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ ઘટનામાં આરોપી અશોક ઉર્ફે સૂડો ગોબરભાઈ ધોડકિયા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ અશોક અવારનવાર દારૂ પીને આવીને માથાકૂટ કરતો હતો અને પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. ગઈકાલે પણ તે દારૂના નશામાં હાથમાં લાકડાનો બડીકો લઈને ગાળો બોલતો હતો. આ દરમિયાન એક મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને જોતજોતામાં હિંસક બની ચાર સભ્યો પર હુમલો કરી દીધો હતો.
બનાવની વિગત એવી છે કે જંગવડ ગામે રહેતાં લાભુબેન જેન્તીભાઈ ધોડકિયા (ઉં.વ.35) ગત બપોરે નજીકમાં રહેતા પોતાના દિયર પ્રકાશભાઈ બચુભાઈ ધોડકિયાના ઘરે ગયાં હતાં. તે વખતે ઘરની આસપાસ કૌટુંબિક જેઠ અશોક ઉર્ફે સૂડો ગોબરભાઈ ધોડકિયા હાથમાં લાકડાનો બડીકો લઈને ઊભો હતો અને મોટેથી ગાળો બોલી રહ્યો હતો. અશોકની આ હરકત જોઈ પ્રકાશભાઈનાં પત્ની વિલાસબેને તેને ગાળો નહીં બોલવા અને શા માટે ગાળાગાળી કરે છે તેવો ઠપકો આપ્યો હતો.
આટલી વાતમાં જ નશામાં ધૂત અશોકનો પિત્તો ગયો હતો. તેણે આજે તમને બધાને મારી નાખવા છે તેવી ધમકી આપીને હાથમાં રહેલા લાકડાના બડીકાથી લાભુબેનના માથામાં જોરદાર ઘા ઝીંકી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી લાભુબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યાં હતાં. તેમને બચાવવા માટે વિલાસબેન વચ્ચે પડતાં અશોકે તેમના માથામાં પણ બડીકાનો ઘા માર્યો હતો. ઘરમાંથી દેકારો સાંભળીને પ્રકાશભાઈ બહાર દોડી આવ્યા હતા. જોકે, પત્ની અને ભાભીને બચાવવા વચ્ચે પડેલા પ્રકાશભાઈ પર પણ અશોકે દયા રાખી નહોતી. તેણે પ્રકાશભાઈને નિશાન બનાવી લાકડાના બડીકાથી આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન લાભુબેનના ભત્રીજાની દીકરી પુરીબેન પણ હુમલાખોરને અટકાવવા વચ્ચે પડતાં અશોકે તેને પણ ધોકો મારી ઇજા પહોંચાડી હતી.
એક પછી એક ચાર સભ્યો પર હુમલો થતાં પરિવારજનોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના લોકો અને પરિવારના અન્ય સભ્યો દોડી આવતાં હુમલો કરનાર અશોક ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ વિલાસબેન (ઉં.વ.32)ને તપાસતાં માથામાં ગંભીર ઇજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે તેમના પતિ પ્રકાશભાઈ બચુભાઈ ધોડકિયા (ઉં.વ.35)ની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં પણ ટૂંકી સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મોત નીપજ્યું હતું. આમ, હુમલામાં પતિ-પત્ની બંનેનાં મોત થતાં સમગ્ર બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. બીજી તરફ લાભુબેન અને પુરીબેનને પણ ઇજાઓ પહોંચતાં તેમની સારવાર કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ મથકના પીઆઈ આઈ.આર. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક જંગવડ ગામે દોડી ગયો હતો. પોલીસે બનાવના સ્થળે તપાસ હાથ ધરી હતી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવમાં મૃતક પ્રકાશભાઈનાં ભાભી લાભુબેન જેન્તીભાઈ ધોડકિયાની ફરિયાદના આધારે આરોપી અશોક ઉર્ફે સૂડો ગોબરભાઈ ધોડકિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર અશોકને દારૂ પીવાની ટેવ હતી અને નશો કર્યા બાદ તે અવારનવાર પરિવાર સાથે ઝઘડા અને માથાકૂટ કરતો હતો. તેની હરકતોથી કંટાળીને પરિવારના સભ્યો તેનાથી દૂર રહેવા લાગ્યા હતા. તેમ છતાં અશોકની વર્તણૂકમાં સુધારો આવ્યો નહોતો. ગઈકાલે પણ નશાની હાલતમાં આવીને ગાળાગાળી શરૂ કરતાં એક મહિલાએ તેને અટકાવ્યો હતો અને આ સામાન્ય બોલાચાલીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. અંતે એક જ પરિવારના બે સભ્યોનાં જીવ ગયા છે અને બે મહિલાઓને ઇજાઓ પહોંચી છે. દારૂના નશામાં થયેલી આ હિંસાએ જંગવડ ગામને હચમચાવી નાખ્યું છે.

 

You Might Also Like

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

શિવરાજપુરની વાડીમાં વીજ કરંટનો કાળમુખો ભરડો: યુવકનું ઘટનાસ્થળે જ મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
ગુજરાતરાજકોટ

મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો

Editor By Editor 2 days ago
ટ્રાફિકમાં ફસાયેલા પ્રસૂતા અને નવજાત શિશુ માટે ધારાસભ્ય હીરા સોલંકી બન્યા ‘દેવદૂત’
 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી
 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે
 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?