- લાખો લિટર વહી જતું પાણી, રોકનાર કોઇ નહીં
- હજારો લીટર પાણીનો દુર્વ્યય કેટલો યોગ્ય છે
- પાણીની અછત ઊભી થાય તેમ પાણીનો દુર્વ્યય થઈ રહ્યો
ડભોઇ વેગા ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગનું હેડ વર્કસ ખાતે હજારો લીટર પાણીનો વેડફટ થતો હોય તેવા ર્દ્શ્યો સામે આવ્યા છે.ત્યારે સવાલ એ ઊભો થાય છે આગામી ઉનાળામાં જ્યારે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય તેવામાં આ હજારો લીટર પાણીનો દુર્વ્યય કેટલો યોગ્ય છે.
ઉનાળો આવે એટલે પાણીની અછતની બૂમો ઉઠવા પામતી હોય છે ત્યારે સરકાર એક તરફ્ જળ બચાવ જળ એ જ જીવન છેનું સૂત્ર અપનાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય તેવામાં પાણી પુરવઠા વિભાગ જ હજારો લીટર પાણીનો દુર્વ્યય કરતી હોવાનું સામે આવ્યું છે. ડભોઇ વેગા ગામે આવેલ હેડ વર્ક પમ્પિંગ સ્ટેશન ખાતેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં હજારો લિટર પાણી રોડ ઉપર અને ખુલ્લા નાળામાં વહી રહ્યું છે. ત્યારે આ બેદરકારી કેટલી યોગ્ય ગણાય ? હજારો લીટર પાણી વહી જતું હોય તેવામાં આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય તેમ પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગમાં આં અંગે તપાસ કરતા ટેલીફેનિક વાતચીતમાં અધિકારીઓ ટાંકી સાફ્ કરવા હેતુ પાણી કાઢી રહ્યા હોવાનું જણાવતા રહ્યાં હતા. પણ આટલી બધી માત્રામાં પાણી વેડફઇ જાય તે કેટલું યોગ્ય જેવા સવાલ ઉભા થયા છે. તો શું ટાંકી સાફ્ કરવાના બીજા અન્ય પર્યાય વિકલ્પો નથી. તો હજારો લિટર પાણીનો દૂર કરી અને તંત્ર દ્વારા ટાંકી સાફ્ કરવામાં આવી રહી છે તેવા સવાલો ઊભા થઈ ચૂક્યા છે.


