- 419 જગ્યાએ વીજ કંપનીના આકસ્મિક ચેકિંગથી ખળભળાટ
- 49 જગ્યાએ વીજ ચોરી ઝડપાતા દંડનીય કાર્યવાહી કરાઇ
- વીજળી ચોરી કરતાઓમા ફ્ફ્ડાટ ફેલાયો છે
છોટાઉદેપુર પંથકમાં MGVCLના દરોડા પાડયા હતા. 419 જ્ગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમા 49 જ્ગ્યાએ વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ કંપની દ્વારા રૂા. 6 લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરાયો હતો.
છોટાઉદેપુર પંથકમાં MGVCL તંત્ર દ્વારા આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વીજળી ચોરી કરતાઓમા ફ્ફ્ડાટ ફેલાયો છે.
ઉલ્લેખનિય છેકે છોટા ઉદેપુર પંથકના ઘણાં ગામડાઓમાં વીજળી ચોરી ના ઘણાં કિસ્સાઓ ભૂતકાળમાં જોવા મળ્યાં હતાં. અને તેમાં ઘણાં કેસ પણ થયાં હોય પરતું અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં વીજચોરી ના ઘણાં કિસ્સા બનતા હોય છે. પૂરતા સ્ટાફ્ ના અભાવના કારણે MGVCL ખાતું ત્યાં પહોંચી શકતું નથી. પરતું હાલમાં તંત્ર એ કમર કસી છે અને વિવિધ જગ્યાએ ચેકીંગ હાથ ધરાઈ રહ્યા છે. જેમાં છોટાઉદેપુર વિસ્તારમાં તા 27/2/24 ના રોજ 49 જેટલાં સ્થળે વીજ ચોરી ઝડપી પાડી હતી. જેથી વીજચોરી કરતા ઓમા ફ્ફ્ડાટ ફેલાયો છે.
આજરોજ તા 27 ના MGVCL તંત્ર દ્વારા કુલ 19 ટીમો બનાવી છોટા ઉદેપુર પંથકમાં વિવિધ સ્થળોએ કુલ 419 જેટલી જગ્યાઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકીંગ દરમ્યાન કુલ 49 જેટલી જગ્યાએ વીજળી ચોરી ઝડપાઈ હતી. અને 6 લાખ 8 હજાર જેટલો દંડ વસૂલવા માં આવ્યો હતો. તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવતા વિજ ચોરોમાં નાસભાગ મચી ગઇ હતી.
તો આગામી દિવસોમાં આકરા પગલાં ભરાશે
છોટાઉદેપુર પંથકમાં વીજ ચોરી ઝડપાતા જોડાણ કાપી નખાયા હતા
છોટાઉદેપુર MGVCL ડેપ્યુટી ઈજનેર રચનાબેન મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, અમારા વિભાગની 19 ટીમો દ્વારા આજરોજ વિવિધ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 49 જ્ગ્યાએ ચોરી ઝડપાઈ છે. 6 લાખથી વધુનો દંડ વસૂલવા માં આવ્યો છે. આવનારાંદિવસોમાં વધું કડક ચેકીંગ હાથ ધરવામાં આવશે અને વીજચોરી કરનારાઓ ઉપર આકરા પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


