- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઇ
- 1 એપ્રિલથી પરીક્ષા શરુ થઇ જશે
- 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈ મોટા સમાચાર આપ્યા છે. જેમાં 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી પરીક્ષા શરુ થશે. તેમજ 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે.
રામ નવમીના દિવસે અને રવિવારે પણ પરીક્ષા લેવાશે
21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તેમજ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે. 100 માર્ક્સનું પેપર લેવાશે. જેમાં 32 હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આપશે. તથા પ્રશ્ન છોડી દેશે તો નેગેટિવ માર્કિંગ થશે નહીં. તેમજ રોજ ચાર પેપર લેવાશે, એક પેપર એક કલાકનું રહેશે. જેમાં પ્રાથમિક કસોટીના ગુણ મેરીટમાં ગણાશે નહી. તથા રામ નવમીના દિવસે અને રવિવારે પણ પરીક્ષા લેવાશે.


