By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

Editor
Last updated: 2026/11/21 at 4:26 PM
1 minute ago
Share
ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો
SHARE

શિયાળાની જમાવટ સાથે ગુલાબી ઠંડીની અસર

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

રાજકોટમાં ૪.૭ ડિગ્રીનો એક સાથે ઘટાડો થતા ૧3.૨ ડિગ્રીએ પહોંચ્યુ તાપમાન, અમરેલી ૧૧.૪ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર, નલીયામાં ૧૧.૮ ડિગ્રી તાપમાન

 ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે બે દિવસથી ઠંડી અનુભવતા લોકો : માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ : લોકો ગરમ કપડામાં ઢબૂરાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી (સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું) અને પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું), વડોદરામાં 13.4 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) અને પોરબંદરમાં 14 ડિગ્રી (સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી (સામાન્ય કરતાં 0.7 ડિગ્રી નીચું) અને સુરતમાં 16.6 ડિગ્રી (સામાન્ય કરતાં 2.9 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાતના પાસેના પ્રવાશન સ્થળ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આ કારણે આજે ઠંડીમાં વધારો થયો છે. ઠંડી હવાના કારણે સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે. લોકો હવે ઘરની બહાર ગરમ કપડાં પહેરીને નીકળવા લાગ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી આકાશ સ્વચ્છ રહેવા અને આવી જ ઠંડી રહેવાની આગાહી કરી છે.

 

દેશના અનેક રાજ્યોમાં હવે ઠંડી અને ધુમ્મસની અસર વધવા લાગી છે. ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. પ્રયાગરાજ, ગોરખપુર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. રાજસ્થાનમાં પણ ઠંડી વધી રહી છે. શુક્રવારે સવારે ફતેહપુરમાં સૌથી ઓછું 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સિકરમાં પારો 6.5 અને જયપુરમાં 13.3 ડિગ્રી રહ્યો. જોકે, દિવસ દરમિયાન ગરમીની અસર યથાવત્ છે. બાડમેરમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી નોંધાયું હતું.

ચક્રવાત અકવાનની અસરને કારણે બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, ઓડિશામાં અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. બીજી તરફ, દિલ્હીમાં શનિવારે સવારે હવાની ગુણવત્તા એટલે કે AQI 369 નોંધાયો હતો. તે ગંભીર શ્રેણીમાં આવે છે. પર્વતોમાં હિમવર્ષાની અસર હવે મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગઈ રાતે ભોપાલ અને શાજાપુર સૌથી ઠંડા રહ્યા. અહીં દિવસ દરમિયાન શીતલહેર પણ ચાલી. 7 જિલ્લાઓમાં આંધી-વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

યુપીના 12 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે લખનઉ અને આસપાસના જિલ્લાઓમાં હળવું ધુમ્મસ છવાયેલું છે. છેલ્લા 24 કલાકમાં યુપીમાં મુઝફ્ફરનગર સૌથી ઠંડું રહ્યું. અહીં તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પંજાબ અને ચંદીગઢમાં બે દિવસ ગાઢ ધુમ્મસની શક્યતા છે. ત્યાર બાદ 26 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. સૌથી ઓછું તાપમાન 7.2 ડિગ્રી ફરીદકોટમાં નોંધાયું છે. પંજાબ-ચંદીગઢમાં આ દિવસોમાં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હરિયાણામાં ઠંડી વધી ગઈ છે. રાજ્યના 18 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 22 નવેમ્બર સુધી આવું જ હવામાન રહેશે. તે જ સમયે, રાજ્યના 9 જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. 7.3 ડિગ્રી તાપમાન સાથે ગુરુગ્રામ રાજ્યમાં સૌથી ઠંડું રહ્યું.

24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત

હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ શહેર માટે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની સંભાવના છે.

2030 સુધી શિયાળાનું તાપમાન 1થી 2 ડિગ્રી સુધી વધશે

રાજ્યમાં શિયાળાની સિઝન દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહે છે. સરકારના ક્લાઇમેટ ટ્રેકર ડેટા મુજબ, 2030 સુધીમાં આ સરેરાશ લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાનુ અનુમાન છે અને ઠંડીના દિવસો પણ ઘટવાનું અનુમાન કરાયું છે. આ અસર 21મી સદીના અંત સુધીમાં શિયાળાનું સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન કરાયું છે.

 

નીચા સ્તરના ફૂંકાયેલા ઠંડા પવનોથી ઠંડી વધી

  1. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો: હાલમાં ગુજરાત તરફ નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો પોતાની સાથે ઠંડક લાવી રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે સાંજે ભેજ માત્ર 28 ટકા રહ્યો હતો અને તાપમાન નીચું આવ્યું છે.
  2. વાવાઝોડા ‘અકવાન’ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયેલું અકવાન વાવાઝોડું હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, તેમજ ઉત્તર ભારત તરફ એક ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ સક્રિય છે. આ બંને સિસ્ટમને કારણે પવનોની દિશા બદલાઈ છે અને ગુજરાતમાં ઠંડા પવનોની ગતિ તેજ બનતા તાપમાનમાં ઘટાડો થયો છે.

રાજસ્થાનમાં તીવ્ર ઠંડી

ઉત્તર ભારતમાંથી ચાલી રહેલી ઠંડી હવાને કારણે રાજસ્થાનમાં ઠંડી વધતી જઈ રહી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આ કારણે આજે ઠંડીમાં વધારો થયો છે. આ પહેલાં ગઈકાલે રાજસ્થાનનાં 10થી વધુ શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટ એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ફતેહપુર (સિકર)માં પારો 5.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. ઠંડી હવાના કારણે સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે. લોકો હવે ઘરની બહાર ગરમ કપડાં પહેરીને નીકળવા લાગ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી આકાશ સ્વચ્છ રહેવા અને આવી જ ઠંડી રહેવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકનું હવામાન જોઈએ તો રાજ્યનાં તમામ શહેરોમાં આકાશ સ્વચ્છ રહ્યું. સવારથી મોડી સાંજ સુધી તડકો રહ્યો. ઠંડી હવાના કારણે મોટાભાગનાં શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો. બાડમેર, શ્રીગંગાનગર અને પાલી સિવાય તમામ શહેરોમાં શુક્રવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. સૌથી વધુ મહત્તમ તાપમાન બાડમેરમાં 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

You Might Also Like

OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ

ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે

કેસર કેરીનો સ્વાદ મોંઘો પડશે, ઉત્પાદન ઘટવાની સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
ધર્મ

 શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ

Editor By Editor 1 day ago
 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે
વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
હવે ડ્રગ્સ માફિયાઓનો ડિજિટલ ખેલ નહીં ચાલે! ગુજરાત પોલીસનું સાયબર સ્ટ્રાઈક
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?