રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે
બ્લોકની કામગીરીના કારણે 3૫ દિવસ સુધી સંચાલનમાં કરાયેલો ફેરફાર
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર વિકાસના કાર્યોને પૂર્ણ કરવા માટે લાઈન નંબર 4 પર બ્લોક લેવામાં આવ્યો હોવાથી ટ્રેન નંબર 59564/59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જરના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આગામી 24 નવેમ્બર 2026 થી 28 ડિસેમ્બર 2026 સુધી કુલ 35 દિવસ માટે ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસો પર આ ટ્રેન રાજકોટ સ્ટેશનના બદલે ભક્તિનગર સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ સમાપ્ત થશે, જેના કારણે રાજકોટ અને ભક્તિનગર વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સુવિધામાં વધારો કરવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ રેલવે સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર બાકી રહેલા વિકાસના કાર્યોને પૂર્ણ કરવા માટે લાઈન નંબર 4 ઉપર નિર્ધારિત બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ તકનીકી અને વિકાસલક્ષી કામગીરીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ટ્રેન નંબર 59564 અને 59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં ચાલનારી કામગીરી દરમિયાન મુસાફરોની સુવિધા જળવાઈ રહે અને અન્ય રેલ સંચાલન સુચારુ રીતે ચાલતું રહે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને લઈ આગામી 24 નવેમ્બર 2026 થી 28 ડિસેમ્બર 2026 સુધી કુલ 35 દિવસના સમયગાળા દરમિયાન ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસો પર આ ફેરફાર અમલી રહેશે.
આ 35 દિવસ દરમિયાન રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન મુખ્ય રાજકોટ જંકશન સ્ટેશનના સ્થાને ભક્તિનગર સ્ટેશનથી પોતાની મુસાફરીનો આંશિક પ્રારંભ કરશે અને પરત ફરતી વખતે પણ ભક્તિનગર સ્ટેશન પર જ પોતાની મુસાફરીનું આંશિક સમાપન કરશે. પરિણામે આ સમયગાળામાં આ ટ્રેન રાજકોટ અને ભક્તિનગર સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા રાજકોટથી પોરબંદર તરફ મુસાફરી કરનારા તમામ મુસાફરોને આ અસ્થાયી સંચાલન ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.


