શિયાળાના આગમનમાં મોડુ થતા તેની ગંભીર અસર
કેસર કેરીનો સ્વાદ મોંઘો પડશે, ઉત્પાદન ઘટવાની સંભાવના
ઠંડીના અભાવથી આંબા પર ફલાવરીંગ ઓછુ આવવાની ભીતિ, ઉત્પાદનમાં ઘટાડો થવાના સંકેતથી ભાવ પર સીધી પડશે અસર : આગામી ત્રણ મહિના પર મીટ માંડી રહેલા જગતાત
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલીમાં કેસર કેરીના ખેડૂતોને આ વર્ષે વાતાવરણની ચિંતા સતાવી રહી છે.દિવાળી વીતી ગઈ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા આંબાના ફ્લાવરિંગ પર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.સામાન્ય રીતે ડિસેમ્બરથી આંબા પર મોર આવવાની શરૂઆત થાય છે,પરંતુ ઠંડીના અભાવે ફ્લાવરિંગ ઓછું આવશે તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડી શકે છે.અમરેલી જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાની ખેતી થાય છે.
બાગાયત વિભાગના અધિકારીઓના મતે ફ્લાવરિંગ માટે માત્ર ઠંડી જ નહીં,પરંતુ પાણીની ખેંચ,જૂની ડાળીઓ અને અન્ય ખેતીલક્ષી પરિબળો પણ મહત્વના છે.ત્યારે આખું વર્ષ બગીચાની માવજત કરતા ખેડૂતોની નજર હવે આગામી 3 મહિનાના વાતાવરણ પર મંડાઈ છે.
અમરેલી જિલ્લો કેસર કેરીના ઉત્પાદન માટે આગવી ઓળખ ધરાવે છે. જિલ્લામાં કેરીના બગીચા ધરાવતા ખેડૂતો કેસર સહિતની વિવિધ જાતની કેરીનું ઉત્પાદન કરે છે સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આંબા પર મોર આવવાની શરૂઆત થતી હોય છે.જોકે આ વર્ષે દિવાળીના તહેવારો વીતી ગયા હોવા છતાં ઠંડીનું પ્રમાણ નહીવત જોવા મળી રહ્યું છે ત્યારે ઠંડીના અભાવે આંબા પર ફ્લાવરિંગ ઓછું આવવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને કેરીના બગીચા ધરાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં અનેક ખેડૂતો મોટા પ્રમાણમાં આંબાના બગીચા ધરાવે છે એટલું જ નહીં અહીંના બાગાયતકારો અવનવી જાતની આંબાની કલમો તૈયાર કરીને રાજ્ય સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ વેચાણ કરે છે
અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કેસર કેરીના બગીચાઓનું મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે.આ ઉપરાંત બારમાસી,લંગડો,હાફૂસ અને જમાદાર સહિતની વિવિધ જાતની કેરીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ખેડૂતો વર્ષભર બગીચાની માવજત અને સંભાળ પાછળ ભારે મહેનત કરતા હોય છે અને દર વર્ષે સારું ઉત્પાદન મેળવવાની આશા રાખે છે. સામાન્ય રીતે નવરાત્રી બાદ અમરેલી જિલ્લામાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થતી હોય છે.આંબાના ઝાડ પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ એટલે કે મોર આવવા માટે ઠંડીનું વાતાવરણ અનુકૂળ માનવામાં આવે છે. જોકે આ વર્ષે નવરાત્રી બાદ દિવાળીના તહેવારો પણ વીતી ગયા હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળતો નથી ત્યારે બદલાયેલા વાતાવરણની અસર આગામી દિવસોમાં આંબાના ફ્લાવરિંગ પર થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.જો પૂરતા પ્રમાણમાં ઠંડી નહીં પડે તો આંબા પર મોર ઓછો આવવાની ભીતિ છે ફ્લાવરિંગમાં ઘટાડો થશે તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડી શકે છે.
માર્ચના સમયગાળા દરમિયાન ફ્લાવરિંગ આવતું હોય છે
અમરેલી જીલ્લામાં આઠ હજાર હેક્ટર કરતું વધુ આંબા ની ખેતી આવેલી છે ખાસ કરી ને સાવરકુંડલા ધારી ખાંભા રાજુલા પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં આંબાના બગીચાઓ આવેલા છે. બાગાયતી અધિકારીના જણાવ્યા મુજબ આંબા હાલમાં નવેમ્બર માસ ચાલી રહ્યો છે. આંબાના પાકમાં ફ્લાવરિંગ ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી માર્ચના સમયગાળા દરમિયાન ફ્લાવરિંગ આવતું હોય છે એટલે કે અત્યારથી ત્રણ માસ સુધી નો સમય છે ખાસ કરી ને જૂની ડાળીયો ઉપર ફ્લાવરિંગ આવતું હોય છે પૂરતો રેસ્ટ મળેલો હોય પાણીની ખેંચ આપેલી હોય એના કારણે ફ્લાવરિંગ ને મદદ મળતી હોય છે. ફ્લાવરિંગ લાવવા માટે કોટેશ્યમ નાઈટ્રક બે ટકા દ્રવણ નો છંટકાવ કરવા થી ફ્લાવરિંગ મદદ મળે છે ત્યારે ખેડૂતોની માન્યતા મુજબ દિવાળી બાદ ઠંડી પડવાથી ફ્લાવરિંગ આવતું હોવા નું જણાવી રહ્યા છે તો બીજી તરફ અધિકારી જણાવ્યા મુજબ અનેક પરિબળો ફ્લાવરિંગ માટે કામ કરતા હોય છે.આ વર્ષે ઠંડીના અભાવે આંબાના ફ્લાવરિંગ પર અસર થવાની આશંકા ખેડૂતોને સતાવી રહી છે હવે આગામી દિવસોમાં આંબા પર ફ્લાવરિંગને કેવા પરિબળો કામ કરશે તે તો આવનારો સમય ઉપર જ ખબર પડશે.


