ગુજરાતના આંગણે જામનગર ખાતે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. આ માટે દેશ વિદેશના ખ્યાતનામ વ્યક્તિઓ પહોંચી રહ્યા છે. આ માટે બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે જ્યારે માર્ક ઝકરબર્ગ પણ જામનગર પહોંચ્યા છે.
શાહરૂખ ખાન એરપોર્ટ પહોંચ્યા
આવતીકાલે 1-3 માર્ચ દરમ્યાન જામનગર ખાતે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ઈવેન્ટ થઈ રહી છે. જેના માટે અનેક હસ્તીઓ પહોંચી રહી છે. આ દરમિયાન હાજરી આપવા માટે બોલીવુડના કિંગખાન શાહરુખ પોતાના પરિવારમાં પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.
માર્ક ઝકરબર્ગ જામનગર પહોંચ્યા
તેમજ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પોતાની પત્ની સાથે જામનગર પહોંચ્યા છે. જે સાથે જ જામનગર એરપોર્ટ પર તેમનું સ્વાગ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાની મુખર્જી જામનગર એરપોર્ટ પહોંચી ગઈ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે.પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે થવાનું છે. આ આયોજન માટે ગેસ્ટ જામનગર પહોંચવા લાગ્યા છે.
આ અગાઉ આજે સવારથી રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, જાનવી કપૂર, સલમાન ખાન, મિસ વર્લ્ડ માનુસી છીલ્લરથી લઈ અમિતાભ બચ્ચન પરિવાર સાથે જામનગર પહોંચી ગયા છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર સાથે અન્ય પણ સેલિબ્રિટી આવી પહોંચ્યા છે.
ભવ્ય સ્વાગત
જ્યારે હજી પણ ઘણાં સ્ટાર અને ઉદ્યોગપતિઓથી લઈ ક્રિકેટર જામનગર આગામી સમયમાં પહોંચી શકે છે. તેમજ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મહેમાનોનું ગુજરાતી સ્ટાઈલમાં રાસ ગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાસની રમઝટથી વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કેટલાક વિદેશી મહેમાનો ગરબાના તાલે ડોલ્યા હતા. જેમનું ભવ્ય સ્વાગ્ત કરવામાં આવ્યું છે.


