- બનાસકાંઠા લોકસભા માટે ભાજપે રેખા ચૌધરીને આપી ટિકિટ
- ગેનીબેન ઠાકોરની કોંગ્રેસના ફાઇટર નેતા તરીકે ખ્યાતિ
- 2017 વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા
બનાસકાંઠા લોકસભામાં ભાજપે ઇતિહાસ રચી મહિલા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીને મેદાને ઉતારવાની ઘટના સામે આવી છે. આ પછી કોંગ્રેસમાં નામ અંગે ચર્ચા શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસ પણ ઠાકોર ચહેરા તરીકે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી શકે છે.
ભાજપે મહિલા ઉમેદવાર ડો.રેખા ચૌધરીને મેદાને ઉતારતા સામે કોંગ્રેસ પણ ઠાકોર ચહેરા તરીકે ગેનીબેન ઠાકોરને અથવા પ્રદેશ કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીને મેદાને ઉતારે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોરની કોંગ્રેસના ફાઇટર નેતા તરીકે ખ્યાતિ મેળવી છે. જેમને 2017 વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા.
આ સાથે જ કોંગ્રેસ તરફથી દિનેશ ગઢવીના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે, જેઓ પૂર્વ સાંસદ બી કે ગઢવીના પુત્ર અને પૂર્વ સાંસદ મુકેશ ગઢવીના ભાઈ રહ્યા છે. જો ભાજપ ઉમેદવાર ડો. રેખા ચૌધરીની સામે કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને અથવા દિનેશ ગઢવીને લોકસભા ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં પ્રમોટ કરે તો જિલ્લામાં કાટે કી ટક્કર જેવી ચૂંટણી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
બનાસકાંઠાથી ભાજપે રેખા ચૌધરીને આપી ટિકિટ આપતાં જ આ બેઠક પર કોંગ્રેસ દ્વારા ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાજપે પશુપાલક, ડેરી ફેક્ટર જોઈ ડૉ. રેખા ચૌધરીને ટિકિટ આપી છે. જે સાથે જ ડેરીના આધ્યસ્થાપક ગલબાકાકાના પૌત્રી રેખા ચૌધરીને ટિકિટ આપની ભાજપે એક સાથે ઘણાં ફેક્ટર પર કામ કર્યું છે.


