- બસ સ્ટેન્ડના અભાવે હાલાકી ભોગવતા સ્થાનિકોમાં નારાજગી
- બસ સ્ટેન્ડ ન હોવાથી એસટી બસોને રોડ પર ઊભી રાખવા ડ્રાઇવરો મજબૂર
- હાઇવે પરના પીકઅપ સ્ટેન્ડો પણ તોડી દેવાયા
ડીસા તાલુકાના વેપારી શહેર ભીલડી ધીરે વિકાસ તરફ્ આગળ વધી રહી રહ્યું છે રેલવે તંત્ર દ્વારા કરોડોના ખર્ચ નવું આધુનિક રેલ્વે સ્ટેશનનો શિલાન્યાસ થયો છે અને રેલવે મુસાફરો માટે એરપોર્ટ જેવી સુવિધા મળશે પરંતુ બસ સ્ટેન્ડ ના કોઈ ઢેકાણા નથી જેથી મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે.
ભીલડી શહેર આજુબાજુના 35થી વધુ ગામોનું વેપારી મથક રહેલું છે ભીલડીથી રાજસ્થાન કચ્છ અને પાટણ અમદાવાદને જોડતી સીધી રેલ્વે લાઈનો આવેલી છે જેથી મુસાફરોની સતત અવર જવર રહે છે. આ ઉપરાંત વીજ કંપનીની ઓફ્સિ આવેલી છે જેથી તમામ ખેડૂતોની સતત અવરજવર રહેતી હોય છે પરંતુ બસ સ્ટેન્ડ ના અભાવે એસ ટી બસો રોડ વચ્ચે ઉભી રહે છે જેના કારણે મુસાફરોને પણ અગવડતા પડે છે. ઉનાળાની ગરમી હોય કે ચોમાસાનો વરસાદ રોડ પર ખુલ્લામાં મુસાફરોને ઊભા રહેવું પડે છે. એસટી ચાલકોની પણ સલામતી જળવાતી નથી ત્યારે વહીવટીતંત્ર દ્વારા કાયમી ધોરણે એક બસ સ્ટેન્ડ માટેની તજવીજ હાથ ઘરે તેવી
માંગ છે.
હાઇવે પરના પીકઅપ સ્ટેન્ડો પણ તોડી દેવાયા
હાઇવે પર રહેલા પીક અપ સ્ટેન્ડો પણ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ફેરલેન હાઈવે બનાવ્યો તે સમયે પાડી દેવા માં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પીક અપ સ્ટેન્ડો પણ બનાવવામાં ન આવતા મુસાફરોને રસ્તા વચ્ચે ઊભા રહીને જ ખાનગી વાહનોમાં કે એસ.ટી બસમાં ચડવું પડતું હોય છે તે ખૂબ જ જોખમકારક છે.
બસોમાં વધારો થયો પણ સુવિધાનો અભાવ
ભીલડી શહેરોને જોડતી અન્ય ડિવિઝનોની એસટી બસો પણ ભીલડી સુધી લંબાવવામાં આવી છે જેમાંથી કેટલીક નાઈટ હોલ્ટ પણ કરતી થઈ છે ત્યારે બસ સ્ટેન્ડ ન હોવાથી ડ્રાઇવરોને એસટી બસો હાઈવે રોડ ઉપર ભભી રાખવી પડતી હોય છે ત્યારે જો એસટી બસો માટેની જગ્યા ફળવવામાં આવે તો વધુ કેટલીક એસ ટી બસો નો લાભ પણ ભીલડી શહેરને મળી શકે તેમ છે.


