- અમરેલી, ભાવનગર,જૂનાગઢના કલસ્ટર તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી અલગ-અલગ કલસ્ટરની મુલાકાત
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ લોકસભાને લઈ કાર્યક્રતાઓને માર્ગદર્શન આપ્યું
ભાવનગર અમરેલી અને જૂનાગઢ કલેક્ટરના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારની મુલાકાતે છે ત્યારે સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના અપેક્ષિત કાર્યકર્તાઓને હોદ્દેદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુ મતે કેમ વિજેતા થાય તે બાબતે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના પ્રભારી હકુભા જાડેજા, ધારાસભ્ય મહેશ કસવાલા, જીલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરીયા સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
કોને સોંપાઈ જવાબદારી
ભાજપે તમામ 26 બેઠકો માટે તેમના સ્ટેટસ મુજબ કલસ્ટર બનાવીને કાર્યવાહી શરૂ કરી છે. આ અગ્રણીઓને પોતાના ફળવાયેલા મતક્ષેત્રમાં પહોંચી જઈને પેજ સમિતીથી લઈને વિવિધ મોરચાની કામગીરી તથા બુથવાઈઝ લીડની ખાધ તમામનો રીપોર્ટ કરશે. પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સિનિયર પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ ઉપરાંત રાજયસભાના સભ્ય નરહરી અમીનને જવાબદારી સોંપવામાં આવી છે.
કલસ્ટર બેઠક
વર્ષ 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધો છે. જે હેઠળ હવે દરેક લોકસભા ક્ષેત્રમાં લોકસભા ઈન્ચાર્જ અને લોકસભા સંયોજકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત પાર્ટી ગત 3 ચૂંટણીઓનું બૂથ લેવલ સુધી વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં 3-4 લોકસભા સીટ મિલાવીને એક ક્લસ્ટર તૈયાર કરશે. આ સાથે જ તેના એક અલગ ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવાયા છે.


