- રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે
- મહુઆમાં સૌથી વધુ 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
- હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો એહસાસ થયો છે. રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. ત્યારે ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજયમાં મિશ્રઋતુ રહે છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવે બે દિવસમાં ગરમીની શરૂઆત થઇ જશે.
મહુઆમાં સૌથી વધુ 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
મહુઆમાં સૌથી વધુ 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવદમાં લઘુત્તમ તાપમાન 15.8 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. અને ગાંધીનગર લઘુત્તમ તાપમાન 17.0 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. સુરત લઘુત્તમ તાપમાન 20.4 મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. તથા રાજકોટ લઘુત્તમ તાપમાન 16.2 મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયુ છે. તેમજ વડોદરા લઘુત્તમ તાપમાન 16.4 મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી સાથે મહુઆમાં લઘુત્તમ તાપમાન 14.6 મહત્તમ તાપમાન 35.8 નોંધાયું છે.
હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી
રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.


