- મહેશભાઈ પટેલ આજે ગાંધીનગર કમલમ જઈ જોડાશે ભાજપમાં
- મહેશ પટેલ પાલનપુરમાં બે વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય
- 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ પટેલની થઈ હતી હાર
સપ્તાહની શરૂઆત સાથે ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણી પહેલા આજે કમલમ્ ખાતે ફરીથી ભરતી મેળો થવાનો છે. આજે કોંગ્રેસ અને બીટીપીના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાવવાના છે. આજે કોંગ્રેસ અને બીટીપીના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાવવાના છે. આ પહેલા આ ત્રણેય નેતા શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે.
આજે કરશે કેસરિયો
આજે પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ તથા BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાશે. જ્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના MLA અરવિંદ લાડાણી 14મી તારીખે વંથલીથી પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે.
થોડા દિવસ પહેલાથી જ બની હતી હતી યોજના
મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હોવાની માહિતિ પણ સામે આવી હતી. હવે ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે થઈ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે.


