By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: બે કલાકમાં બે હત્યાથી શહેરમાં ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

બે કલાકમાં બે હત્યાથી શહેરમાં ખળભળાટ

Editor
Last updated: 2026/11/21 at 3:41 PM
2 hours ago
Share
બે કલાકમાં બે હત્યાથી શહેરમાં ખળભળાટ
SHARE

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી

બે કલાકમાં બે હત્યાથી શહેરમાં ખળભળાટ

સામું જોવા જેવી સામાન્ય બાબતે એસ.કે. ચોકમાં 31 વર્ષીય યુવકને છરીના ત્રણ ઘા ઝીંકી પતાવી દીધો, મોરબી રોડ પર ચારિત્ર્યની શંકામાં પતિએ પત્નીને આઠ ઘા મારી મોતને ઘાટ ઉતારી; હત્યા બાદ ઝેરી દવા પી નાસતા પતિને પોલીસે પકડી લીધો, બીજા બનાવના બંને આરોપી પણ સકંજામાં

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓએ શહેરને હચમચાવી દીધું છે. એક તરફ મોરબી રોડની સ્કાય સોસાયટીમાં ચારિત્ર્ય અંગેની શંકાએ પતિને એટલો ક્રૂર બનાવી દીધો કે તેણે પોતાની પત્નીને છરીના આઠ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી, તો બીજી તરફ ગાંધીગ્રામના એસ.કે. ચોકમાં માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે 31 વર્ષના યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી. બંને બનાવોમાં હત્યારાઓએ છરીનો ઉપયોગ કરી લોહીની નદીઓ વહેવડાવી હતી. એક બનાવમાં આરોપી પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજા બનાવમાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. શહેરમાં એક પછી એક બની રહેલી હત્યાની ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે આવેલી મઢુલી પાન નામની દુકાન પાસે ઊભેલા 31 વર્ષીય મનીષભાઈ નરેન્દ્રભાઈ પરમાર પર ગની ડાંગરિયા અને રિયાઝ શેખે છરી વડે હુમલો કર્યો હતો. સામાન્ય સામું જોવા બાબતે થયેલી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને હુમલાખોરોએ મનીષભાઈને સાથળના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ શેરી નં. 10/12ના ખૂણે રહેતા મનીષભાઈ ડ્રાઇવિંગ કામ કરતા હતા. બનાવની રાત્રે તેઓ એક્ટિવા લઈને એસ.કે. ચોક પાસે મઢુલી પાનની દુકાને ઊભા હતા. આ દરમિયાન ત્યાં હાજર યશરાજ રાઠોડ સહિતના લોકોની વચ્ચે ગની ડાંગરિયા અને રિયાઝ શેખ પણ આવ્યા હતા. દરમિયાન સામું જોવા બાબતે માથાકૂટ થતાં બંને શખ્સોએ મનીષભાઈ સામે છરી કાઢી હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન મનીષભાઈએ પોતાના ભાઈને ફોન કરીને પોતાની સાથે ઝઘડો થયો હોવાનું અને સામેના શખ્સોએ છરી કાઢી હોવાનું જણાવ્યું હતું. ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ મનીષભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ ગયા હતા. તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ડીસીપી રાકેશ દેસાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. બનાવની ગંભીરતાને પગલે એલસીબી ઝોન-2 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન એલસીબી ઝોન-2ની ટીમે ગણતરીના કલાકોમાં જ ગની ડાંગરિયા અને રિયાઝ શેખને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી હતી.
બીજી તરફ મોરબી રોડ પર આવેલી સ્કાય સોસાયટીમાં પારિવારિક ઝઘડાએ હત્યાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીના ચારિત્ર્ય અંગે લાંબા સમયથી શંકા રાખતા પ્રવીણ ઉકાભાઈ પરસોંડાએ પત્ની શારદાબેન પર છરી વડે આડેધડ હુમલો કરી દીધો હતો. ગળા, છાતી, ગાલ અને હાથ સહિતના ભાગોમાં આઠેક ઘા ઝીંકી તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. મૃતક શારદાબેનના લગ્ન પ્રવીણ પરસોંડા સાથે આશરે 30 વર્ષ પહેલાં થયા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. પરિવારનું ગુજરાન ચલાવવા શારદાબેન છૂટક મજૂરી કરતાં હતાં અને મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામ કરતા હતા. બીજી તરફ પતિ નિયમિત કામધંધો કરતો ન હોવાની વિગતો સામે આવી છે. શારદાબેન બહાર કામ કરવા જતા હોવાથી પતિ તેમના ચારિત્ર્ય અંગે શંકા રાખી વારંવાર ઝઘડા કરતો હતો.
બનાવની સાંજે શારદાબેન કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પતિ સાથે ફરી ઝઘડો થયો હતો. ઘરમાં ચાલી રહેલી માથાકૂટ જોઈ પુત્રવધૂ કાજલબેને પતિ મયુરને ફોન કરીને બોલાવ્યો હતો. જોકે, દરમિયાનગીરી કરવા જતાં પ્રવીણે પુત્રવધૂને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ ઘરમાંથી શારદાબેનની ચીસો સંભળાતી હતી. થોડીવાર પછી પ્રવીણ લોહીવાળાં કપડાં સાથે ઘરની બહાર આવ્યો અને પુત્રવધૂને ‘મેં તારી સાસુને મારી નાખી છે’ તેમ કહી ત્યાંથી નાસી ગયો હતો. કાજલબેન ઘરમાં દોડી જતાં સાસુ શારદાબેન લોહીલુહાણ હાલતમાં પડેલાં જોવા મળ્યાં હતાં. 108ની ટીમે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસના પીઆઈ જી.આર. ચૌહાણ સહિતનો કાફલો દોડી ગયો હતો. હત્યા કરીને ફરાર થયેલા પ્રવીણની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી એસટી બસમાં બેસી ગોંડલ તરફ ગયો છે. પોલીસે પાટીદળ ગામના પાટિયા નજીકથી તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પત્નીની હત્યા કર્યા બાદ પ્રવીણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં મૃતકનાં બહેન ગીતાબેન વઢુકીયાની ફરિયાદના આધારે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક તરફ નજીવી બાબતે જાહેરમાં યુવકની હત્યા અને બીજી તરફ ઘરના ચાર દીવાલો વચ્ચે પતિ દ્વારા પત્નીની ક્રૂર હત્યા… માત્ર બે કલાકમાં બનેલી આ બે ઘટનાઓએ રાજકોટમાં નાગરિકોની સુરક્ષા અને ગુનાખોરી પર અંકુશના દાવાઓ સામે ચર્ચા જગાવી છે. નજીવી બાબતે હાથમાં છરી લઈ લેવાની વધતી જતી માનસિકતા શહેર માટે ચિંતાનો વિષય બની છે.

You Might Also Like

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ

ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી
ગુજરાતરાજકોટ

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

Editor By Editor 3 days ago
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
‘ફૂલછાબ’ આયોજિત મોરારિબાપુની રામકથાની મંગલ પૂર્વભૂમિકા; મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કથા કાર્યાલય ખુલ્લું મુકાયું
હવે ડ્રગ્સ માફિયાઓનો ડિજિટલ ખેલ નહીં ચાલે! ગુજરાત પોલીસનું સાયબર સ્ટ્રાઈક
પાટીદાર યુવકને ફડાકા ઝીંકતા ભાજપના ધારાસભ્ય લાડાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?