ભાજપે આજે ગુજરાતમાંથી લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારો જાહેર કર્યાં હતા. ભાજપે બીજી યાદીમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડના ઉમેદવારો જાહેર કર્યાં છે.
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
- ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
- સુરતથી મુકેશ દલાલને ટિકિટ
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
- વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ
- ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી
ગુજરાત-7
દિલ્હી-2
હરિયાણા-6
હિમાચલ પ્રદેશ-2
કર્ણાટક-20
MP-5
ઉત્તરાખંડ-2
મહારાષ્ટ્ર-20
તેલંગાણા- 06
ત્રિપુરા-1


