- ONGC અને કોલ ઈન્ડિયા લિ.ના CSR ફંડ હેઠળ કામગીરી થશે
- ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે
- આર. ઓ. વોટર પ્યૂરીફયર અને 39 સોલાર સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી રહી છે
ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આર. ઓ. વોટર પ્યૂરીફયર તેમજ સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ ન હોય તેની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકારના ઉપક્રમો ONGC અને કોલ ઈન્ડિયા સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણે બેઠક કરી અને તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે તેમના CSR ભંડોળમાંથી કેટલીક રકમ ખેડા જિલ્લાની શાળાઓને આર. ઓ. વોટર પ્યૂરીફયર તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવામાં માટે ઉપયોગ કરવા માટે રજૂઆત કરી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર સરકારના જાહેર સાહસો ONGC અને કોલ ઈન્ડિયા લિ. ના CSR ફંડ હેઠળ ખેડા લોકસભા મતવિસ્તારની 65 શાળાઓમાં રૂ. 2.5 કરોડના ખર્ચે સોલાર આર. ઓ. વોટર પ્યૂરીફયર ONGC દ્વારા આપવામાં આવી રહ્યા છે અને કોલ ઈન્ડિયા લિ. દ્વારા 2 કરોડના ખર્ચે 36 શાળાઓમાં સોલાર આર. ઓ. વોટર પ્યૂરીફયર અને 39 સોલાર સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી રહી છે.આમ, જાહેર ક્ષેત્રના બંને ઉપક્રમો દ્વારા પૂરા પાડવામાં આવેલ કુલ રૂ. 4.5 કરોડના CSR ફંડ સાથે, 101 શાળાઓમાં સોલાર આર. ઓ. વોટર પ્યૂરીફયર અને 39 સ્થળોએ સ્ટ્રીટ લાઇટો ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ય માટે દેવુસિંહ ચૌહણે ભારત સરકારના ONGC અને કોલ ઈન્ડિયાના મેનેજમેન્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ સુવિધાના સાધનો સાંસદએ જિલ્લા વિકાસ અધિકારી વસાવા અને જિલ્લા શિક્ષણ અધિકારી વાઘેલાને સુપરત કર્યા હતા.


