પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો
18 થી 26 નવેમ્બર સુધી થશે સંચાલન; મુસાફરોને મળશે સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 09604 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10:25 વાગ્યે ઉપડીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09603 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડીને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (20 અને 24 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.
ટ્રેન સંખ્યા 09606 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી રાત્રે 23:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ 02:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09605 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 04:25 વાગ્યે ઉપડીને સવારે 06:55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પણ બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (19 અને 23 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા માટે ઉપરોક્ત બંને જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે. આ ટ્રેનોના સ્ટોપેજ, સમયપત્રક અને અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપના માધ્યમથી માહિતી મેળવી શકે છે.


