- સુરત SOGએ ત્રણ બોગસ તબીબોની ધરપકડ કરી
- બોગસ તબીબો અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતા
- ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ચલાવતા હતા ક્લિનીક
સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે. જેમાં સુરત SOGએ ત્રણ બોગસ તબીબોની ધરપકડ કરી છે. તેમાં બોગસ તબીબો અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતા. ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ક્લિનીક ચલાવતા હતા. તેમાં દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે.
ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ક્લિનિક ચલાવતા
ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂકેલા શખ્સોએ ક્લિનિક શરૂ કરી દીધા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ત્રણેય બોગસ તબીબોની એસોજીએ ધરપકડ કરી છે. જેમાં ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા.
નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા
અગાઉ પણ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા હતા. એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોકટરો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો. આ બોગસ ડોક્ટરો દ્વારા દર્દીઓને દવા આપવામાં આવતી હતી. સાથો સાથ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતા હતા. પરંતુ ઈચ્છાપોર પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.


