સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી જોવા મળી : પ્રભારીએ મોરચો સંભાળિયો
રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર સમાજની વાડી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ૯૮- રાજુલા વિધાનસભા ભાજપ પરીવાર દ્વારા સંમેલન યોજાયુ હતું. પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને શરૂ કરવામા આવ્યો. તેમજ ફુલહાર પહેરાવી કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય તથા લોકસભા ઉમેદવાર ભરત સુતરીયાનું સન્માન કરાયું હતું. આ સમંલનમાં અંબરીષ ડેર અને હીરા સોલંકી અંકસાથે એક મંચ પર જોવા મળ્યા હતાં. ખાસ કરીને કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડીયાની આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહેશ કસવાળા દ્વારા કોગ્રેસ પક્ષ પર વળતા પ્રહારો કર્યા હતાં. અને ગુજરાતમાં ફરી કમળ જ ખેલશે. સાથોસાથ લોકસભા ઉમેદવાર ભરત સુતરીયા દ્વારા પણ પડકાર ફેકયો અને સોશીયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે સુતરીયાએ વળતો જવાબ આપ્યો છે. તેઓએ પ્રવચન દરમિયાન જણાવેલ કે, જેને જેટલો કાદવ ઉછળવો હોય ઉછાળે તેમજ જેને સોશિયલ મિડિયામા પર હાંકવુ હોય એ હાંકે કમળ ખીલવાનું છે તેમ જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલ પ્રવચનનો વિડિયો સોશિયલ મિડિયામા ભારે વાઇરલ થયો છે. આ સંમેલનમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાને જીતાડવા માટે હાંકલ કરી હતી. ભરત સુતરીયા દ્વારા રાજુલા શહેરમા મેઈન બજાર વિસ્તારમાં વેપારી આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, અંબરીષ ડેર, મહેશ કસવાળા, જે.વી.કાકડીયા, જીજ્ઞેશભાઈ પટેલ, રવુભાઇ ખુમાણ, મનુભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, હરસુરભાઇ લાખણોત્રા, વીરભદ્રભાઇ ડાભીયા, વનરાજભાઇ વરૂ, સાગરભાઇ સરવૈયા, સંજયભાઇ ધાખડા, કનુભાઇ ધાખડા તેમજ આગેવાનો, જીલ્લા પંચાયત સદસ્યો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ કાર્યકર્તાઓની રજૂઆત
અમરેલી ખાતે ડેમેજ કંટ્રોલ કરવા માટે કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પહોંચ્યા હતાં. અને બંધ બારણે બેઠક યોજાઇ હતી. અને ૧૦૦ ઉપરાંતના કાર્યકર્તાઓએ અમરેલી લોકસભા ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરવામા આવી હતી. આ બેઠકમાં દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, મુકેશ સંઘાણી, બાવકુ ઉંધાડ, હિરેન હીરપરા, ગોપાલ વસ્ત્રપરા, ડો. ભરત કાનાબાર સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને નારાજ થયેલા અમુક નેતાઓને મનાવવા માટે પ્રયાસ કર્યા હતાં. ઉલ્લેખનિય એ છે કે, અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે ભરત સુતરીયાને જાહેર કરતા કાર્યકર્તાઓ કયાકને ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે રાતે કાર્યકર્તાઓએ કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ ઉમેદવાર બદલવા માટે માંગ કરી છે. બીજી ઉમેદવાર અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાનું નામ જાહેર થતાંની સાથે વિરોધનો વંટોળ સર્જાયો હતો. અમરેલીના દેવળા, સરસીયા ગામમાં ઉમેદવાર ભરત સુતરીયા બદલાવાના પોસ્ટરો લાગ્યા હતાં.


