દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, બાવકુ ઊંઘાડ, હિરેન હીરપરા, ડો.ભરત કાનાબાર પ્રેસ કોન્ફરન્સમાં સંગાથે જોવા મળ્યા
અમરેલી ચક્કર ગઢ રોડ ઉપર સાંસદ નારણ કાછડીયા અને ઉમેદવાર ભરત સુતરીયાના કારયકરો વચ્ચે માથા કુટ થતા નગરપાલિકાના ચાર સદસ્યોને ઈજા થતા તાત્કાલીક શાતાબા ગજેરા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માટે પ્રદેશ ભાજપ દ્વારા હકુભા જાડેજાને ગઈકાલે અમરેલી ખાતે દોડાવ્યા હતા અને નારજ જુથના આગોવાનો સાથે બેઠક યોજી અને મામલો થાળે પડ્યો હતો. આ ઉપરાંત હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે થયેલી મારામારીનો બનાવ આંતરીક હતો અને ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને 5 લાખની લીડથી જીતવાનો હકુભા જાડેજાએ દાવો કર્યો છે. ગઈકાલે થયેલી રજુઆત બાબતે ટિકિટ માંગનારા દાવેદારો મળવા આવેલા કોઈ અસંતુષ્ઠ ના હતા તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગઈકાલે અમરેલી ભાજપના આગેવાનો એક સાથે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા જેમાં સાંસદ નારણ કાછડીયા, દિલીપ સધાણી, ધારાસભ્ય કૈશીક વેકરીયા,ડો.ભરત કાનાબાર, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉધાડ,હિરેન હીરપરા સહીતનાં આગેવાન એક સાથે મંચ ઉપર જોવા મળ્યા હતા. આમ છેલ્લા બે દિવસથી ભાજપના ઉમેદવાર બદલવાના ભાજપના નેતાઓમાં જાગેલો અસંતોષ શમી ગયો….


