- ચૂંટણીની કામગીરીમાં ના જોડાતા શિક્ષિકાની કરાઈ અટકાયત
- અટકાયત બાદ શિક્ષિકાને મામલતદાર સામે રજૂ કરાયા
- શિક્ષિકા સ્કૂલની નજીક કામગીરી કરવા માટે સહમત
ગુજરાતમાં ચૂંટણીની કામગીરી પુર જોશમાં શરૂ થઇ ગઇ છે, ચૂંટણી અધિકારી તરફથી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે અમદવાદની ચેનપુર શાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે,શિક્ષિકા દ્વારા ચૂંટણી કામગીરી નહી કરતા પોલીસે શિક્ષિકાની અટકાયત કરી છે,આ કામગીરીમાં શિક્ષિકાને મામલતદાર દ્વારા નોટીસ આપી હોય તેવી વાત સામે આવી છે,તો બીજી તરફ શિક્ષિકાનું કહેવું છે કે તેમને શાળાની નજીક કામગીરી સોંપવામાં આવે.
પોલીસે કરી અટકાયત
અમદાવાદના ચેનપુરમાંથી એક શિક્ષિકાએ ચૂંટણી કામગીરીને લઇને મોટી કાર્યવાહી કરાઇ છે, ચૂંટણીના કામમાં ના જોડાતા શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે, અટકાયત કર્યા બાદ પોલીસ મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લઇ ગઇ હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન જોડાતા હુકમ થયો હતો. ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી માગ કરાઈ હતી.
શિક્ષિકાને લઈ જવાયા મામલતદાર ઓફીસ
મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની ધરપકડ કરવા પોલીસ પહોંચી હતી. આ શિક્ષિકા પોતાની જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન હતી જોડાઇ. શિક્ષિકાને દુરના સ્થળે કામગીરી સોંપાતા તેને ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલા શિક્ષિકાની માંગને લઇને હવે વિવાદ થયો છે. પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.


