- બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલો કર્યો
- 7 આરોપીઓએ ભેગા મળી હુમલો કર્યો
- પોલીસ હુમલા અંગે તપાસ હાથ ધરી
ફરી એકવાર જેલ વિવાદમાં આવી છે. જેમાં ભરૂચ સબજેલમાં આરોપી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં જેલમાં કાચા કામના કેદી અને જાસૂસી કાંડમાં ઝડપાયેલા અને ગુજરાતમાં દારૂના ગુનામાં ઝડપાયેલા નયન ઉર્ફે બોબડા કાયસ્થને જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન અન્ય આરોપીઓ સાથે અંગત અદાવતે મારામારીની ઘટના 7 લોકોએ ભેગા મળીને હુમલો કર્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન બુટલેગર બોબડા પર જેલમાં હુમલાની ઘટનાથી ચકચાર મચી છે. ભરૂચમાં જેલમાં ફરજ નિભાવતા અધિકારી છત્રસિંહ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે, જિલ્લા જેલમાં કાચા કામના આરોપી નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થનાઓ ઉપર અંગત અદાવતે રોજા બેરેકમાં રહેલા કાચા કામના આરોપી ઇમરાન સોકત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ, યાસીન ખાલીદ ચોક, ઇલ્યાસ અલી હુસેન મલેક, નઈમ ઈસ્માઈલ પટેલ, આમીન અલ્તાફ પટેલ તથા આમીર નથુ ખાનનાઓએ મંડળી રચી જિલ્લા જેલમાં જ રહેલા નયન ઉર્ફે બોબડો કાયસ્થ પર જીવલેણ હુમલો કર્યો હતો.
એટલું જ નહીં આ તમામ બચાવવા માટે જેલમાં રહેલા કાચા કામના આરોપી કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણચંદ્ર રાણા તથા રાકેશ હરેશભાઈ અધ્યારૂનાઓએ તેઓને બચાવ્યા હતા. જેથી ઉપરોક્ત મંડળી બનાવી જિલ્લા જેલમાં જેલ અધિનિયમ શિસ્ત ભંગ બદલ તથા રાયોટીગ અને મારામારી એકટ હેઠળ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


