- દહેગામના શિયાવાડા ગામના યુવકનું મોત
- કેનેડામાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે લીધો અડફેટે
- ટ્રકની અડફેટે મીત પટેલ નામના યુવકનું મોત
કેનેડામાં અકસ્માત થતા ગુજરાતી યુવકનું મોત થયુ છે. જેમાં દહેગામના શિયાવાડા ગામના યુવકનું મોત થયુ છે. કેનેડામાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે અડફેટે લીધો હતો. તેમાં ટ્રકની અડફેટે મીત પટેલ નામના યુવકનું મોત થયુ છે. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે.
શિયાવાડા ગામે રહેતા એક પરિવાર માટે કેનેડાથી ખૂબ જ માઠા સમાચાર આવ્યા
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામે રહેતા એક પરિવાર માટે કેનેડાથી ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. જ્યાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે આઠ મહિના પહેલા ગયેલા એકના એક પુત્રનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામનો 20 વર્ષિય મીત રાકેશભાઈ પટેલ આજથી આઠ મહિના અગાઉ કેનેડા સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ગયો હતો. ત્યાં બ્રેમટન સિટીમાં રહેતો હતો અન વોલમાટૅમાં જોબ કરતો હતો.
મીત વોલમાર્ટમાં જોબ જવા માટે ઘરેથી નીકળ્યો
મીત વોલમાર્ટમાં જોબ જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે સવારે 07:00 વાગે રોડ ક્રોસ કરતા ટ્રકે અડફેટે લેતાં ક્રેડિટ વેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મીતના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 20 વર્ષીય એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


