- સતત થાક લાગવો એ હાર્ટએટેકનું શરૂઆતનું લક્ષણ
- ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને રહે છે હાર્ટએટેકનો વધારો ખતરો
- 40 ડિગ્રીથી વધુ તાપમાન વાળા વિસ્તારોમાં લૂનું જોખમ વધારે
ગરમીની સીઝન સતત ચાલી રહી છે અને વધતા તાપમાનમાં લૂ લાગવાનો ખતરો પણ રહે છે. તેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પણ શું તમે જાણો છો કે લૂ લાગવાથી હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. એવામાં જરૂરી છે કે ગરમીમાં પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખો. વધતી ગરમીના કારણે શરીરમાં પાણીની ખામી જોવા મળે છે. તેના કારણે શરીરના અનેક ફંક્શન પર પણ અસર પડે છે અને હાર્ટ એટેકનો ખતરો વધે છે.
ક્યાં રહે છે વધારે રિસ્ક
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારોમાં ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીથી વધારે રહે છે ત્યાં લૂ લાગવાનો ખતરો વધારે રહે છે. તેના કારણે હાર્ટ સંબંધી રોગોની ફરિયાદ પણ વધી જાય છે. તેનાથી બચવા માટે તેના લક્ષણોને સમજી લેવા જરૂરી છે. તો જાણો લૂ લાગવાના કારણે શરીરમાં કયા ફેરફાર જોવા મળે છે અને સાથે હાર્ટ એટેકમાં શરીરમાં શું ફેરફાર અનુભવાય છે.
શું છે લક્ષણો
વારેઘડી થાક લાગવો
આ હાર્ટ એટેકનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. ગરમીના કારણે લોકો જલ્દી થાકી જાય છે કેમકે તેમના શરીરનું તાપમાન સામાન્ય થઈ શકતું નથી. તેની સીધી અસર હાર્ટ પર જોવા મળે છે. જો તમે ગરમીના કારણે અચાનક બેભાન થઈ ગયા છો તો તે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. તો તેને ઈગ્નોર ન કરો.
માથું દુઃખવું
તડકા અને ગરમીના કારણે પણ સતત માથું દુઃખે તે શક્ય છે. તેનાથી બીપી વધવાનો ખતરો પણ રહે છે. જો તમે તેની સમયસર સારવાર નહીં કરાવો તો હાર્ટ એટેક આવી શકે છે. વધતા તાપમાનના કારણે શરીરમાં પાણીની ખામી જોવા મળે છે, જે હાર્ટની બીમારીનું કારણ બની શકે છે.
લૂ લાગવાથી કેવી રીતે વધે છે હાર્ટ એટેકનો ખતરો
જાણકારોનું માનવું છે કે લૂ લાગવાથી હાર્ટ એટેક આવી શકે છે કેમકે વધતી ગરમીના કારણે શરીર પોતાનું તાપમાન મેન્ટેન કરવાની કોશિશ કરે છે. આ કારણે હાર્ટને વધારે બ્લડ સર્ક્યુલેશન કરવું પડે છે. આ સમયે હાર્ટ પર પ્રેશર આવે છે. તેના કારણે હાર્ટબીટ વધી જાય છે. હાર્ટ બીટના અચાનક વધી જવાના કારણે હાર્ટ એટેક આવે છે. આ કેસમાં અનેક લોકો કલાકો સુધી તડકામાં રહે છે અને લૂ લાગવાના કારણે તેમનું મોત થયા છે. આવા મોતમાં મોટું કારણ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ રહે છે.
કોને રહે છે ખતરો
ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને જેમને પહેલાથી હાર્ટની બીમારી છે તેમને લૂ લાગવાથી હાર્ટ એટેક આવી શકે છે. આવા લોકોને સલાહ છે કે વધારે ગરમીમાં બહાર જવાનું ટાળો. બહાર જવું જરૂરી છે તો બચાવની આ રીતનું પાલન કરો. તેનાથી હેલ્થ સારી રહેશે.
કેવી રીતે બચશો
- દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીઓ.
- લીંબુ પાણીનું કરો સેવન.
- સવારનો નાસ્તો અચૂક કરો.
- ફળ અને શાકની સાથે લીલી ભાજીનું કરો સેવન.
- ખુલ્લા કપડાં પહેરો.
- ભારે તડકાથી બચો.
ઉપરમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.


