- આજે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર ભરશે ઉમેદવારી ફોર્મ
- 12.39 ના શુભ મુહૂર્તમાં જિલ્લા પંચાયત ખાતે ભરશે ફોર્મ
- અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ ભરશે ફોર્મ
આજથી ભાજપ ઉમેદવાર ફોર્મ ભરવાની શરૂઆત કરશે. તેમાં આજે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. તેમાં 12.39 ના શુભ મુહૂર્તમાં જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરશે. તેમજ અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે. હસમુખ પટેલ સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર છે.
આજે ફોર્મ ભર્યા બાદ 20 તારીખે ફોર્મની સંપૂર્ણ ચકાસણી થશે
આજે ફોર્મ ભર્યા બાદ 20 તારીખે ફોર્મની સંપૂર્ણ ચકાસણી થશે. તેમજ 22 એપ્રિલ સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. અન્ય બેઠક પર પણ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. લોકસભા ચૂંટણીને લઈ આજે ઉમેદવારો નામાંકન નોંધાવશે. તેમાં પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ફોર્મ ભરશે. તથા સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. પંચમહાલથી રાજપાલસિંહ જાદવ ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડથી ભાજપના ધવલ પટેલ તેમજ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ભરશે.
પોરબંદર પેટાચૂંટણી માટે અર્જૂન મોઢવાડિયા ફોર્મ ભરશે
સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરશે. તથા જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવિયા ફોર્મ ભરશે. બારડોલીથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તથા પોરબંદર, વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણી માટે પણ નામાંકન કરવામાં આવશે. પોરબંદર પેટાચૂંટણી માટે અર્જૂન મોઢવાડિયા ફોર્મ ભરશે. તથા વાઘોડિયા પેટાચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરશે.


