- શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે
- નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે
- નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં સી.આર. પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. તેમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાશે. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે
નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહેશે.
શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે
સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવશે જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થશે. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે. વિજયસંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રોની સાથે સીઆર પાટીલ રેલી પૂર્ણ કરી ઉમેદવારી પત્રક ભરશે.


