- સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું
- વગર ચૂંટણીએ મુકેશ દલાલ સુરતના સાંસદ બન્યા
- દેશનું પહેલું કમળ PMના ચરણોમાં અર્પણ: મુકેશ દલાલ
સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. વગર ચૂંટણીએ મુકેશ દલાલ સુરતના સાંસદ બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ આપી છે. CMએ X પોસ્ટ કરી મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુકેશ દલાલે જણાવ્યું છે કે દેશનું પહેલું કમળ PMના ચરણોમાં અર્પણ કરૂ છું. તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શુભકામના પાઠવી છે.
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.
ભારતીય જનતા પાર્ટીની જીતના સુરતથી થયા શુભ શુકન !
સુરતની જનતાના શુભાશિષ સાથે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન અને રાષ્ટ્રસેવા અને જનસેવાના પથ પર અગ્રેસર રહેવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !!


