By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ

Editor
Last updated: 2026/11/26 at 4:20 PM
10 minutes ago
Share
વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ
SHARE

વાંકાનેરમાં રેલવે બ્રિજની સુરક્ષા સાથે ગંભીર ચેડાં: ટાયરની હવા કાઢી ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું પસાર કરાયું, વીડિયો વાયરલ

કિલોમીટર અને ખર્ચ બચાવવા નિયમિત રૂટ છોડી વાંકાનેર બાઉન્ડ્રી તરફ વાળવામાં આવે છે ૫૦ ટન વજનના ભારેખમ ટ્રકો

 જો બ્રિજને નુકસાન થાય તો રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ અને પોરબંદર તરફનો સમગ્ર રેલવે વ્યવહાર ઠપ થવાની ભીતિ

 

અગ્ર ગુજરાત, વાંકાનેર

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક રેલવે બ્રિજની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરતી ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. પવનચક્કીનાં તોતિંગ પાંખિયાં ભરેલા ભારેખમ ટ્રકોને રેલવે બ્રિજ નીચેથી પસાર કરવા માટે ટ્રકના ટાયરની હવા કાઢી નાખવામાં આવતી હોવાના અને રેલવેના હાઈટ ગેજ સાથે ચેડાં કરાતાં હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ જોખમી પરિવહનને કારણે જો બ્રિજ ક્ષતિગ્રસ્ત થાય, તો સૌરાષ્ટ્ર તરફનો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જવાની દહેશત વ્યક્ત થઈ રહી છે.

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વાંકાનેર નજીક રેલવે બ્રિજ આવેલો છે, જેના પરથી પેસેન્જર અને માલવાહક ટ્રેનોની સતત અવરજવર રહે છે. બ્રિજની સલામતી માટે રેલવે તંત્ર દ્વારા બંને બાજુએ હાઈટ ગેજ લગાવાયા છે. પરંતુ ગત તા. ૨૪ નવેમ્બરની રાતનો હોવાનું કહેવાતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ૯૫ મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું ભરેલો ટ્રક હાઈટ ગેજને અડી જતો હોવાથી, તેને પસાર કરવા ટ્રકના ટાયરોની હવા કાઢીને અત્યંત જોખમી રીતે બ્રિજ નીચેથી પસાર કરવામાં આવી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર, ચીનથી આવતી પવનચક્કીની મશીનરી કંડલા અથવા મુન્દ્રા બંદરે ઉતર્યા બાદ ટ્રક મારફતે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. નિયમિત રૂટ મુજબ આ ટ્રકો કંડલાથી મોરબી, ટંકારા, રાજકોટ અને ચોટીલા થઈને પસાર થતા હોય છે. પરંતુ કિલોમીટર અને પરિવહન ખર્ચ બચાવવાની લ્હાયમાં ટ્રકોને કંડલાથી સીધા વાંકાનેર બાઉન્ડ્રી તરફ વાળવામાં આવે છે અને બ્રિજ નીચેથી નીકળવા માટે હાઈટ ગેજ સાથે ચેડાં કરવામાં આવે છે.

ટ્રકમાં અંદાજે ૫૦ ટન વજનનું તોતિંગ પાંખિયું લદાયેલું હોય છે. ટાયરની હવા ઓછી કરવાથી ટ્રકનું સંતુલન બગડે કે ટાયર ફાટે, તો આ ભારેખમ પાંખિયું સીધું રેલવે બ્રિજ સાથે અથડાઈને મોટી દુર્ઘટના સર્જી શકે છે. જો આ બેદરકારીને કારણે બ્રિજને નુકસાન થાય, તો રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ અને પોરબંદર તરફ આવતી-જતી તમામ પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓનો વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ શકે છે. આટલી ગંભીર બેદરકારી છતાં રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની પ્રબળ માંગ ઊઠી છે.

You Might Also Like

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ

લોખંડના વાલના પાર્સલની આડમાં છુપાવેલો રૂ.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી

રાજકોટ રેન્જ પોલીસની ત્રણ દિવસની નાર્કોટિક્સ ડ્રાઇવમાં 6 કેસ, 7 આરોપી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
ગીર સોમનાથગુજરાત

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

Editor By Editor 5 days ago
જેતપુરના જેતલસર જંકશન ખાતે ઉપવાસ આંદોલનનો સુખદ અંત
પરિક્રમાનો અંતિમ દિવસ, ઇંટાવા ગેટ બંધ કરાયો
ભોજન કરતો શ્રમિક પરિવાર કાળનો કોળીયો બન્યો: ચારના મોત
 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?