- જૂનગઢ બેઠકમાં વંથલી, મેંદરડા અને માણાવદરનો સમાવેશ
- ગુજરાતી અભિનેત્રી અવની મોદી પણ રોડ શોમાં જોડાઈ
- મનસુખ માંડવીયાની ભાજપને જીતાડવા માટે લોકોને અપીલ
પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વંથલી તાલુકામાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ મનસુખ માંડવીયાનું અભિવાદન કર્યું હતું.
પોરબંદર લોકસભા બેઠકમાં જુનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા અને માણાવદર તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં આજે વંથલી તાલુકામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો હતો. આજના રોડ શોમાં ખુલ્લી જીપમાં સવાર થઈને મનસુખ માંડવીયાએ ભાજપને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
મહત્વનું છે કે મનસુખ માંડવીયા સાથે જાણીતી અભિનેત્રી અવની મોદી પણ ખાસ ઉપસ્થિત રહી હતી. અવની મોદીએ પણ કેન્દ્રીય મંત્રી સાથે ભાજપનો પ્રચાર કર્યો હતો. વંથલી તાલુકાના આવતા તમામ ગામડાઓમાં આ રોડ શો યોજાયો હતો અને મોટી લીડથી ભાજપ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.


