- ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર છે નિમ્ભુબેન બાંભણિયા
- ભાજપના રોડ-શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ જોડાયા
- દેશ ભાજપ ઉપાધ્યક્ષ સહિત સ્થાનિક ધારાસભ્ય પણ રોડશોમાં જોડાયા
લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે, પાલીતાણા ખાતે ભાવનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમ્ભુબેન બાંભણિયાના સમર્થનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોસ્ટ ઓફિસ ખાતે રોડ શોનું સમાપન
પાલીતાણા શહેરના કપોળવાડીથી રોડ-શોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને પાલીતાણાના ભૈરવનાથ ચોક, મેઇન બજાર થઇ વિવિધ વિસ્તારમાં ફરી વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલીતાણા શહેરની પોસ્ટ ઓફિસ ખાતે રોડ શોનું સમાપન કરવામાં આવું હતું.

ભાજપના સમર્થકોને રિઝવવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીની આ રેલીમાં પાલીતાણા વિધાનસભાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના આગેવાનો તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત પાલીતાણા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શો કરી ભાજપના સમર્થકોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.


