- ચૂંટણી પંચે નીમેલા નિરીક્ષકો, કલેક્ટર, SP સહિતનાઓ જોડાયા
- એમ.પી. શાહ કોલેજથી જવાહર ગ્રાઉન્ડ સુધીની વોટ ફોર રનમાં શહેરીજનો જોડાયા
- રનમાં ખાસ કરીને યુવાઓ અને બાળકો જોડાયા હતા અને લોકોને અચુક મતદાન કરવાનો સંદેશ આપ્યો
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7મી મેને મંગળવારના રોજ મતદાન થનાર છે. ત્યારે મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા રવીવારે સવારે રન ફોર વોટનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાથે બાળકો જોડાયા હતા. અને અચુક મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આવતી કાલે તા. 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. સુરેન્દ્રનગર બેઠક પર મહત્તમ મતદાન થાય અને અગાઉની તમામ ચૂંટણીઓના રેકોર્ડ તુટે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગે મતદાન જાગૃતીના અનેક કાર્યક્રમો કર્યા છે. જેના ભાગરૂપે રવિવારે રન ફોર વોટનું આયોજન કરાયુ હતુ. રવિવારે વહેલી સવારે એમ.પી.શાહ આર્ટસ કોલેજ ખાતે જનરલ ઓબ્ઝર્વર જયસીંઘ, જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપત, ખર્ચના ઓબ્ઝર્વર અમિતકુમાર મિશ્રા, જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિતનાઓએ ફલેગ ઓફ કરી રનને પ્રસ્થાન કરાવ્યુ હતુ. શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી આંબેડકર ચોક, ટાવર ચોક, કલેકટર કચેરી થઈ જવાહર ગ્રાઉન્ટ ખાતે આ રન પુરી થઈ હતી. રસ્તામા ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા તથા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા હતા. આ રનમાં ખાસ કરીને યુવાઓ અને બાળકો જોડાયા હતા અને લોકોને અચુક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.


