- મતદાન વધારવા સાબરકાંઠા વહીવટી તંત્રની તૈયારી
- પાયારૂપ સુવિધાઓ ઉભી કરી 100% મતદાનનો લક્ષ્યાંક
- 19 લાખથી વધારે મતદારો કાલે કરશે ઉત્સાહભેર મતદાન
સાબરકાંઠા સહિત ગુજરાતમાં આવતીકાલે લોકસભાની તમામ બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિશેષ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સખી મતદાન મથક બનાવાયા છે જેમાં મતદારો માટે પાયારૂપ સુવિધાઓ ઉભી કરી 100 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે આવતીકાલે લગ્ન પ્રસંગોમાં કરવામાં આવે તેના કરતાં પણ વધારે સુશોભન સહિતની સુવિધા સખી મતદાન મથકમાં ઊભી કરવામાં આવી છે તેમજ આવતીકાલે સમગ્ર દેશનો પ્રસંગ હોવાના પગલે કર્મચારીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે.
ગઢડાની શાળા સખી મંડળ તરીકે નક્કી કરાયું
સાબરકાંઠા લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન જવાનું છે જેમાં 19 લાખથી વધારે મતદારો 14 જેટલા ઉમેદવારો માટે મતદાન કરશે. જોકે, આ વખતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ રહે છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરના ગઢડાની શાળા નંબર 1 ને સખી મંડળ તરીકે નક્કી કરાયું છે.

મતદાન મથકમાં લગ્ન પ્રસંગે હોય તેવું સુશોભન કરાયું
આ સખી મંડળમાં પોલિગ એજન્ટથી લઈને પિસાઇડિંગ ઓફિસર સુધીનો સ્ટાફ મહિલા હશે. સાથે સાથે, દિવ્યાંગો માટે પણ વિશેષ બેઠક વ્યવસ્થા તેમજ સમગ્ર મતદાન મથકને રંગોળી સહિત મંડપથી મતદારો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. જોકે આવતીકાલે મતદાન માટેનો દિવસ છે ત્યારે સામાન્ય રીતે લગ્ન પ્રસંગે હોય તેવું સુશોભન મતદાન મથકમાં કરાયું છે તેમજ દેશનો પ્રસંગ હોવાના પગલે ચૂંટણી કર્મચારીઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળે છે તેમજ 100 ટકા મતદાન થવાનું આશાવાદ રાખી રહ્યા છે.


