- લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આજે સમાપ્ત
- દેશના 12 રાજ્યોની 93 બેઠકો પર 64.08 ટકા મતદાન થયું
- NCP નેતા રૂપાલી ચકાંકરે EVMની આરતી ઉતારતા કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન આજે સમાપ્ત થયું. દેશના 12 રાજ્યોની 93 બેઠકો પર 64.08 ટકા મતદાન થયું હતું. આ દરમિયાન PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. આજે અમિત શાહ, શિવરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ અને NCP નેતા રૂપાલી ચકાંકરે EVMની આરતી કરી હતી. આ પછી પુણે પોલીસે આદર્શ આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો છે. માહિતી આપતાં પુણે પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રૂપાલી વિરુદ્ધ આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.


