કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ, ઊંઝા, અમદાવાદ, બોટાદની સાથે અનેક જગ્યાઓએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક શેડ ઉડી ગયા છે. રાણપુરની વાત કરીએ તો બરવાળા રોડ પર વીજપોલ ધરાશાયી થયો હોવાનું જોવા મળ્યું છે. કલોલની વાત કરીએ તો અહીં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. પાટણના શંખેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. મહીસાગરની વાત કરીએ તો અહીં સંતરામપુર, ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓએ વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


