- બ્લેકસ્ટોન સાથે મળી અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપુરની જીઆઈસીનો સંયુક્ત પ્રયાસ
- એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ
- 87 વર્ષ જૂની હલ્દીરામ ભારતની સૌથી મોટી સ્નેક અને વિશ્વાસપાત્ર ફૂડ કંપની છે
અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનની આગેવાનીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ એથોરિટી (એડીઆઈએ) અને સિંગાપુરની જીઆઈસીએ ગત સપ્તાહના અંતે હલ્દીરામ સ્નેક્સ ફૂડ (એેચએસએફપીએલ)માં કંટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવા માટે બિન-બંધનકર્તા બિડ સુપરત કરી હતી. વિશ્વની પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કંપની બ્લેક્સ્ટોન એડીઆઈએ અને જીઆઈસીએ સાથે મળી રૂ.66,400 કરોડથી રૂ.70,500 કરોડમાં હલ્દીરામનો 74 ટકાથી 76 ટકા હિસ્સો ખરીદવા આતુર છે. નોંધનીય છે કે, એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ છે.
HSFPL અગ્રવાલ પરિવારના દિલ્હી અને નાગપુર ખાતેના જૂથો છે. 87 વર્ષ જૂની હલ્દીરામ ભારતની સૌથી મોટી સ્નેક અને વિશ્વાસપાત્ર ફૂડ કંપની છે. જો કે હાલ બ્લેકસ્ટોન દ્વારા થઈ રહેલી સોદાની સમગ્ર કવાયતની સફળતા હલ્દીરામના નાગપુર અને દિલ્હી જૂથોના મર્જર પર નિર્ભર છે. જેની પ્રક્રિયા હાલ જારી છે. યોજનાને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) દ્વારા મંજૂરી મળી છે. મર્જરની આ કામગીરી આગામી ત્રણથી ચાર માસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
બ્રાન્ડનું થાળીમાં વ્યંજન
હલ્દીરામ ભારતમાં સૌથી મોટી સ્નેક્સ અને વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ છે? આ બ્રાન્ડ 500 પ્રકારના પેકેજ્ડ ફૂડ ઉત્પાદનોનું નિર્માણ અને વિતરણ કરે છે? હલ્દીરામ દ્વારા નમકીન, ભુજિયા, મીઠાઈઓ, ખાવા માટે તૈયાર ભોજન, બિસ્કિટ, નોન કાર્બોરેટેડ પીણાં, પાસ્તાનું ઉત્પાદન કરવામાં આવે છે? હલ્દીરામ દ્વારા ફૂડ પ્રોડક્ટની 100 દેશોમાં નિકાસ કરવામાં આવે છે
સ્વાદીષ્ટ પેકેજ્ડ ફૂડ
હલ્દીરામ ફૂડ ઈન્ટરનેશનલ (નાગપુર)નું હલ્દીરામ સ્નેક્સ (દિલ્હી) સાથે વિલય કરી હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ બનાવવામાં આવશે, ત્યારબાદ જ બ્લેકસ્ટોન હિસ્સા ખરીદીની કાર્યવાહીને અંજામ આપી શકશે
તંદુરસ્ત આંકડા
2023-24માં હલ્દીરામ ફૂડ પ્રોડક્ટ્સનું સંયુક્ત વેચાણ રૂ.14,500 કરોડ હતું ? હલ્દીરામનું ઈબીઆઈટીડીએ રૂ.2,500 કરોડ છે? 2025 સુધી ઘરેલું સ્નેક્સ માર્કેટનું કદ રૂ.1.19 લાખ કરોડ થવાનો અંદાજ છે


